શું તમે પણ ખીલથી પરેશાન છો? આ ઘરેલું ઉપચારથી મેળવો છુટકારો, આટલું રાખજો ખાસ ધ્યાન

0
8

જૂનાગઢ: ચહેરા પર ખીલ અને ડાઘ કોને ગમે? પરંતુ આ એક એવી સમસ્યા છે જેનો સામનો મોટાભાગના લોકોને કરવો પડે છે. ખાસ કરીને મહિલાઓને ખીલ (પિમ્પલ્સ)ના કારણે આત્મવિશ્વાસ ગુમાવવાનો સામનો કરવો પડે છે. જો કે, ચહેરા પર ખીલ આવવા સામાન્ય વાત છે, પરંતુ તેના કારણે ચહેરાની સુંદરતા છીનવાઈ જાય છે. ઘણી વખત લોકો આનાથી પરેશાન થઈ જાય છે અને દવાઓનો સહારો લેવા લાગે છે. મોટાભાગના લોકો ખીલ થાય તો શું ધ્યાન રાખવું?, ખીલ ન થાય તે માટે શું કરવું?, ખીલ થાય તો શું ન કરવું? આ જાણતા નથી. જેથી ઘણા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. જેથી આજે આપણે આ તમામ પ્રશ્નોના જવાબ જૂનાગઢના પ્રખ્યાત તબીબ ડો.પિયુષ બોરખતરિયા પાસેથી જાણીશું.

ખીલ થવાનું મુખ્ય કારણ શું?

જ્યારે ત્વચાના તેલ અને મૃત ત્વચાના કોષોને કારણે વાળના ફોલિકલ્સ (છિદ્રો) ભરાઈ જાય છે. ત્યારે પિમ્પલ્સ અથવા ખીલની રચના થાય છે. હોર્મોનલ અસંતુલન, ત્વચામાં વધુ પડતા તેલનું નિર્માણ, બેક્ટેરિયાનું જમા થવું અને બળતરા સહિતના ઘણા કારણોને લીધે આવું થઈ શકે છે. હોર્મોનલ ઇમ્બેલેન્સ મુખ્યત્વે ટીનએજ, માસિક ધર્મ, ગર્ભાવસ્થા અથવા તણાવને કારણે થઈ શકે છે. આ સિવાય કેટલીક દવાઓ, જીન્સ અને જીવનશૈલીના પરિબળો જેવા કે, અયોગ્ય આહાર અને ત્વચાની કાળજી ન લેવી તેના કારણો હોય શકે છે.

What causes acne What to do and what not to do if you get acne  Find out from doctor

ખીલને દૂર કરવા શું કરવું?

સૌથી પહેલા તો તૈલી ત્વચાને કંટ્રોલ કરવા ઓઇલ કંટ્રોલ ફેશવોશ વાપરવું. નિયમિતપણે તમારો ચહેરો સાફ રાખો. એન્ટી જેલનો ઉપયોગ કરી બેક્ટેરિયા દૂર કરો. જો તમામ ઉપચાર બાદ પણ જો ખીલ દૂર ન થાય તો, ચામડીના સ્પેશિયાલિસ્ટનો સંપર્ક કરો.

ખીલને દૂર કરવાનો ઘરગથ્થુ ઉપચાર

  • ઘરગથ્થુ ઉપચારમાં તમે ત્રણ વસ્તુ કરી શકો જેમાં સૌથી પહેલા હળદરની પેસ્ટ બનાવી તેને પાકેલા ખીલ પર લગાવી શકાય તેનાથી એન્ટી બેક્ટેરિયલ ઇફેક્ટ આવવાથી આ ખીલ મટી શકે છે.

  • બીજો ઉપચાર સિનામોન પાવડર આવે છે. એ પાવડરની હળવી પેસ્ટ બનાવી ફક્ત તમને જે જગ્યાએ ખીલ થયા છે તે જગ્યાએ તમારે લગાવવાનું છે જેથી તે ચહેરો ધોવાથી ખીલ મટી શકે છે.

  • ત્રીજા ઘરગથ્થુ ઉપચારમાં તમારે મુલતાની માટી અને ચણાના લોટ ફેસ પર લગાવી તેને અડધાથી પોણા કલાક સુધી રાખવાથી તૈલી ચામડીનો ઇલાજ થઈ શકે છે.

What causes acne What to do and what not to do if you get acne  Find out from doctor

ખીલ થાય તો આ કામ ક્યારેય ન કરતા

ઘણી વખત યુવાનો જલ્દીથી આ ખીલને મટાડવા માટે અવનવા પ્રયત્નો કરતા હોય છે. જેના કારણે તેમને ઉલમાંથી ચૂલમાં પડવા જેવી પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય છે. જેથી યુવાનોએ ખીલ થાય ત્યારે ખાસ ધ્યાન રાખવું જોઈએ. યુવાનોએ કોલગેટ, સ્ટીરોઇડ વાળી ટેબ્લેટ, સ્કિન લાઇટ સહિતની વસ્તુઓનો પણ ઉપયોગ ન કરવો. આ સિવાય ઓનલાઇન જોઈને કોઈપણ પ્રોડક્ટની ખરીદી ન કરવી, કોઈ પણ અજાણી પ્રોડક્ટ ઉપયોગ કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.

ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર

[ad_1]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here