મહેસાણા: ઉત્તર ગુજરાત વિસ્તારની અંદર અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ધોધમાર વરસાદ પડતા સ્થાનિક નદીઓમાં પૂર આવ્યા છે. ઉત્તર ગુજરાત વિસ્તારમાં આવેલા અરવલ્લી જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદ થવાને કારણે વાત્રક નદીમાં પૂર આવ્યું છે. વાત્રક નદીના કાંઠે આવેલું પૌરાણિક રખોળેશ્વર મહાદેવ મંદિર ડૂબ્યું છે. નદીએ શિવલિંગ ઉપર અભિષેક કર્યો હોય જેવા દ્રશ્યો જોવા મળ્યા છે.
ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ થયો છે. વરસાદ પડવાને કારણે અનેક રોડ રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા. સાથે જ અનેક જગ્યાઓ અને નદીઓ છલકાઈ હતી. અરવલ્લી જિલ્લામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે, તેમ જણાય છે. નદી તળાવ છલકાઈ ગયા છે. છેલ્લા ત્રણ થી ચાર દિવસથી સતત ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. વરસાદ પડવાને કારણે નદીઓમાં પૂર આવ્યા છે.
અરવલ્લી જિલ્લાની મુખ્ય નદી વાત્રક નદીના ઉપરવાસમાં વરસાદ પડવાને કારણે પૂર આવ્યું છે અને વાત્રક ડેમ પણ ઓવરફ્લો થયો છે, જેથી ચારે કોર પાણી પાણી જેવા દ્રશ્યો જોવા મળ્યાં છે. માલપુર થી ફક્ત એક કિલોમીટરના અંતરે રખોડેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. આ મહાદેવનું મંદિર હાલ પાણીમાં ગરકાવ થયું છે.
આ પણ વાંંચો:
ઈડરિયા ગઢમાં ઝરણેશ્વર મહાદેવનું મંદિર, રહસ્યમય વહે છે ઝરણું
અરવલ્લી જિલ્લાના માલપુર પાસે પૌરાણિક રખોડેશ્વર મહાદેવનું મંદિર છે, જે સ્વયંભૂ પ્રગટ મંદિર ગણવામાં આવે છે. આ મંદિર નદીના કાંઠે છે, જેથી રમણીય સ્થળ પણ છે. પરંતુ નદીમાં પૂર આવવાના કારણે હાલ મંદિર પાણીમાં ઘરકાવ થયું છે. ગર્ભગૃહમાં શિવલિંગ સંપૂર્ણ પાણીમાં ડૂબ્યું છે અને નદી શિવલિંગ ઉપર નદીએ અભિષેક કર્યો છે. તેમજ આ વિસ્તારમાં આવેલા અનેક ખેતરો પાણીમાં ગરકાવ થયા છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર