04
મહત્વનું છે કે સુરેન્દ્રનગર, ગોંડલની માફક ખંભાળિયા અને ભાટિયા, જામજોધપુર, લાંબા પંથકનું મરચું પણ વખણાય છે. આ વખતે મરચાનું સારું ઉત્પાદન થયું હોવાથી આગામી સમયમાં યાર્ડમાં વધુ મરચાની આવક થઈ શકે છે. જેથી હાપા યાર્ડમાં હાલ મરચાની બોલબાલા જોવા મળી રહી છે.