- ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કામગીરી પર શંકા
- શિયાળામાં ખજૂર ખાતા પહેલા ચેક કરી લેજો
- ખજૂરના પેકેટમાં જીવાતનો વીડિયો વાયરલ થયો
શિયાળામાં ખજૂર ખાતા પહેલા ચેક કરી લેજો, ક્યાક જીવડું ના ખવાઇ જાય. રાજ્યમાં અનહાઇજેનિક ફુડના કિસ્સા વધી રહ્યાં છે. જેમાં પિત્ઝા, સેન્ડવીચ બાદ હવે ખજૂરના પેકેટમાંથી નીકળી જીવાત નીકળતા ચર્ચાનો વિષય બન્યો છે. તાપીના વ્યારામાં ખજૂરના પેકેટમાંથી જીવાત નીકળી છે.
ખજૂરના પેકેટમાં જીવાતનો વીડિયો વાયરલ થયો
ખજૂરના પેકેટમાં જીવાતનો વીડિયો વાયરલ થયો છે. જેમાં વોલેટ હાઇપર માર્ટના પેકેટમાંથી જીવાત નીકળી છે. યુવકે ખરીદેલા પેકેટમાંથી જીવાત નીકળ્યાનો આક્ષેપ છે. યુવકે પેકેટ ખોલતી વખતનો વીડિયો બનાવ્યો હતો. જેમાં યુવકે વોલેટ હાઇપર માર્ટ જઈ ફરીયાદ કરી હતી. તેમજ સંતોષ કારક જવાબ ન મળતાં વીડિયો વાયરલ કર્યો છે. ઘટનામાં વ્યારાના વોલેટ હાઇપર માર્ટમાંથી ઝુબેર નામના યુવકે ખજૂરના પેકેટની ખરીદી કરી હતી.
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કામગીરી પર શંકા
ઘરે જઈને પેકેટ ખોલી જોતા ખજૂરનાં પેકેટમાંથી ખજૂર સાથે જીવાત નીકળતાં ઝુબેર ફરી વોલેટ હાઇપર માર્ટ ગયો હતો. ઝુબેરે વોલેટ હાઇપર માર્ટ જઈ ફરીયાદ કરી હતી. સંતોષ કારક જવાબ નહી મળતાં ઝુબેરે ખજૂરનાં પેકેટ ખરીદયા હતા. જેમાં આજે ખરીદી કરેલ પેકેટમાંથી પણ જીવાત નીકળતાં ઝૂબેરે વીડિયો વાઇરલ કર્યો છે. વોલેટ હાઇપર માર્ટમાં વેચાતા ખાદ્ય પદાર્થોની ચકાસણી થાય અને સંચાલકો સામે કડક કાર્યવાહી થાય તેવી મીડિયા સમક્ષ માંગ કરી છે. જેમાં જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કામગીરી પર શંકાની સોય છે.