- પાકા ચબૂતરા બનાવી તખ્તી લગાવવા માટે થતો વ્યર્થ ખર્ચ
- પંખી અને પ્રકૃતિ પ્રેમ વિશે સુંદર વિચાર વ્યક્ત કર્યો
- 20 થી 25 જેટલા ચબૂતરા સરકારી ગ્રાન્ટ માંથી બનાવવા માં આવ્યા
શિનોરના એક પ્રકૃતિ પ્રેમી દ્વારા શોસ્યલ મીડિયા પર આ કાળઝાળ ગરમીને લઈને પંખી ઓના માળા તેમજ ઘટાદાર વૃક્ષની છાયા બાબતે લોકોને, પંખીના માળા સાથે આહાર પણ મળી રહે તેવા વૃક્ષ પડતર જમીન માં વાવી તેનું જતન કરવા અને આ સત્કાર્યમાં પ્રકૃતિના ભાગીદાર થવા અપીલ કરી છે. ખરેખર આજના જમાનામાં લોકો પથ્થરના પાકા ચબૂતરા બનાવી પોતાની તખ્તી લગાવવા માટે વ્યર્થ ખર્ચો કરી બિનઉપયોગી ચબૂતરા બનાવે છે તેના બદલે વૃક્ષો વાવી તેનું જતન કરવા અપીલ કરી છે.
શિનોર તાલુકા ના મોટા ફેફ્ળિયાના જીતુભાઈ પટેલ દ્વારા સોશીયલ મીડિયાના માધ્યમથી વૃક્ષો, પંખી અને પ્રકૃતિ પ્રેમ વિશે સુંદર વિચાર વ્યક્ત કર્યો છે. તેઓ જણાવે છે કે હમણાં છેલ્લા કેટલાક વર્ષોમાં ગામે ગામ સિમેન્ટ કોંક્રિટના સામુહિક પંખીઘર કે ચબુતરા બનાવવા નું ચલણ ચાલુ થયું છે. પંખીઘર કે ચબૂતરાઓ પાછળ અંદાજે લાખો રૂપિયાનો ખર્ચ થાય છે વળી તે સિમેન્ટ કોન્ક્રીટના બનેલા બિલકુલ અકુદરતી હોય ગરમીમાં ગરમ થાય છે. ત્યાં ઠંડક હોતી નથી વળી પક્ષીઓ તેમાં ઇંડા મૂકે તેના માટેનું અનુકૂળ વાતાવરણ નથી લાગતું.માત્ર નામના કે પ્રસિદ્ધિ ખાતર નામની તક્તી મૂકવા મુકાવવા માટે આવા ચબુતરા બનાવ્યા હોય તેમ લાગે છે.શિનોર તાલુકામાં હાલમાં છેલ્લા એકાદ વર્ષમાં 20 થી 25 જેટલા ચબૂતરા સરકારી ગ્રાન્ટ માંથી બનાવવા માં આવ્યા છે. તે ચબૂતરા નામના જ છે. તેમાં પક્ષીને બેસવા માટે જે બખોલા બનાયા છે, જેમાં પક્ષી તો ઠીક પણ પક્ષીને દાણા નાખવાની પણ વ્યવસ્થાનું ધ્યાન રાખવામાં આવ્યું નથી. અને પંખી અંદર જઈ શકતા નથી. આ ચબૂતરા જોઈ કોઈ પહેલી નજરે ખબર પડી જાય કે આ સરકારી નાણા નો વ્યય થયેલ છે. માત્ર ભાગ બતાઈ માટે જ આ ચબૂતરા બનાયા છે. કેટલાય ચબૂતરા ને તો તિરાડો પણ પડી ગઈ છે. અધિકારી અને પદાધિકારી દ્વારા વૃક્ષો વાવી પાણી પીવડાતા ફોટા પાડી સોશિયલ મિડિયામાં મૂકવા પુરતાજ હોય છે. ત્યાર બાદ તેમણે વાવેલ એક પણ વૃક્ષ નું જતન ના થતું હોય તે માત્ર પશુઓનો આહાર બની જાય છે. એ નગ્ન સત્ય છે. સરકાર દ્વારા દેશવાસી ઓનાં આ મહામૂલા ટેકસ નો સદ ઉપયોગ થાય એ જરૂરી છે. અને પશુઓને છાયો અને પંખી ઓને તેનું ઘર મળી રહે તે માટે વૃક્ષ વાવી તેનું જતન કરે તે જરૂરી છે. સરકાર ની સાથે સાથે પ્રજા પણ વૃક્ષ વાવી તેનું જતન કરી આ સત્કાર્યના ભાગીદાર બને તે જરૂરી છે.