મહેસાણા: ખેડૂતો બાગાયત ખેતી કરીને સારી એવી આવક મેળવતા થયા છે, ખાસ કરીને બાગાયત ખાતાના વિવિધ સહાય લક્ષી યોજનાઓના કારણે ખેડૂતો બાગાયત ખેતી તરફ વધારે વળી રહ્યા છે. એવી જ રીતે અરવલ્લી જિલ્લાના બાયડના નવી બોરોલ ગામના ખેડૂતે અંજીરની ખેતી એક વીઘામાં કરી છે. ખેડૂત વિશાલભાઈ પટેલ હાલ શિક્ષકની ફરજ નિભાવે છે અને સાથે સાથે ખેતી પણ કરી રહ્યા છે. અંજીરની ખેતીમાંથી પ્રતિ વીઘે 3 લાખથી લઈને ચાર લાખ સુધીની આવક થાય તેવો અંદાજ છે.
શિક્ષક વિશાલભાઈ પટેલે અંજીરની ખેતીમાં નવી પહેલ કરી છે. તેમણે વિવિધ પ્રકારની અંજીરની જાતોનું વાવેતર કર્યું છે. પોતાના પાકને સ્થાનિક બજારમાં અને સીધા ગ્રાહકોને વેચે છે. તેમના અંજીરની માંગ ખૂબ જ વધારે છે, કારણ કે ગ્રાહકોને પ્રાકૃતિક રીતે ઉગાડેલા અંજીર આપે છે. અંજીર 200 રૂપિયે કિલોના ભાવથી છૂટકમાં વેચાણ કરે છે.
ખેડૂત વિશાલભાઈ એ એક વીઘામાં 250 જેટલા અંજીરના છોડનું વાવેતર કર્યું છે. અંજીરનો એક છોડમાંથી સીઝનમાં 20 કિલો જેટલું ઉત્પાદન થાય છે. અત્યારે બજારમાં 200 થી લઈને 250 લીલા અંજીરનો ભાવ પ્રતિ કિલોનો ચાલી રહ્યો છે, એટલે કે 250 છોડમાંથી અંદાજે ત્રણથી ચાર લાખનું ઉત્પાદન મળે તેવી શક્યતા છે. અંદાજે એક વર્ષ પહેલા બીજા પાકોની સાથે એક છોડનું વાવેતર અંજીરનું કર્યું હતું. તેમાં ફળ આવ્યા હતા અને પાક્યા હતા. બાદ એક વીઘામાં 250 જેટલા છોડનું વાવેતર કરેલું છે.
આ પણ વાંચો:
ખેડૂતે કોળાની ખેતીમાં સફળતા મેળવી, આ જાતનું વાવેતર કરી બમ્પર ઉત્પાદન મેળવ્યું
ખેડૂત વિશાલભાઈએ રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ બંધ કરીને સંપૂર્ણપણે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. ગાયના છાણ અને મૂત્રમાંથી બનાવેલા જૈવિક ખાતરનો ઉપયોગ કરે છે અને જંતુનાશકોને બદલે નીમના કાઢાનો ઉપયોગ કરે છે અને સાથે છાસનો છંટકાવ કરે છે, આના કારણે તેમના પાકમાં કુદરતી સ્વાદ અને સુગંધ આવે છે અને તે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર