શહેરની યુવતીનું અપહરણ કરી બળજબરીથી દુષ્કર્મ આચર્યું | City girl kidnapped and forcibly raped

0
14

– ઘોઘોરોડ પોલીસ મથકમાં દુષ્કર્મનો ગુનો નોંધાયો

– દુષ્કર્મ આચરનારા અને મદદગારી કરનારા સહિત કુલ ચાર શખ્સો સામે ઘોઘારોડ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

ભાવનગર : શહેરની એક યુવતીનું અપહરણ કરી તેની સાથે બળજબરીથી દુષ્કર્મ આચરનારા તથા તેને મદદગારી કરનારા ત્રણ મળી કુલ ચાર શખ્સો વિરૂદ્ધ ઘોઘારોડ પોલીસ મથકમાં અપહરણ અને દુષ્કર્મની કલમો હેઠળ ગુનો નોંધાતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર શહેરની એક યુવતીનું ગત રાત્રિના ૮ કલાકના અરસામાં કારમાં અપહરણ કરી મહિલા કોલેજ સર્કલથી એરપોર્ટ વચ્ચે આવેલી સુમસાન જગ્યામાં લઈ જઈ એક રૂમમાં પુરી બળજબરીથી દુષ્કર્મ આચરનારા તથા તેને મદદગારી કરનારા મનસુખ મકવાણા, મુકેશ મકવાણા, પિન્ટુ મકવાણા તથા અન્ય એક અજાણ્યા શખ્સ (તમામ રહે. ભાવનગર) વિરૂદ્ધ યુવતીએ ઘોઘારોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા ઘોઘારોડ પોલીસે દુષ્કર્મ તથા અપહરણની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

[ad_1]

Source link

RATE NOW

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here