શરમજનક : વાપીમાં ખુદ પિતા જ દીકરી પર સાત વર્ષથી દુષ્કર્મ આચરતો

HomeVapiશરમજનક : વાપીમાં ખુદ પિતા જ દીકરી પર સાત વર્ષથી દુષ્કર્મ આચરતો

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

IAS તાલીમાર્થીઓએ પંચામૃત ડેરી ગોધરાની મુલાકાત લીધી

દૂધ ઉત્પાદનને સંલગ્ન પ્રવૃત્તિઓનો અભ્યાસ કરવા આવ્યાપંચામૃત ડેરીનાં 50 વર્ષની ઉજવણીના પ્રતિક આપીને સન્માન કરાયું કાર્યક્રમ દરમિયાન તેઓને સહકારી પ્રવૃત્તિઓની માહિતી આપવામાં આવી લાલ...

  • પત્ની-પુત્ર ઘેર ના હોય ત્યારે હવસ સંતોષતો હતો
  • વારંવાર વિનંતી કરવા છતાં બાપ શેતાન બન્યો
  • કોર્ટમાં રજૂ કરતા એક દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર થયા હતા.

વાપી ટાઉનમાં રહેતા અને દમણમાં પોતાની ફેક્ટરી ધરાવતા સગા પિતાએ પોતાની દીકરીનું છેલ્લા 7 વર્ષથી શારીરિક શોષણ કર્યું હોવાના આરોપ સાથેની ફરિયાદ વાપી ટાઉન પોલીસ મથકમાં નોંધાતા ચકચાર મચી છે. આ ઘટનામાં પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા એક દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર થયા હતા.

 વાપી ખાતે રહેતા પરપ્રાંતીય પરિવારની 19 વર્ષીય યુવતીએ વાપી ટાઉન પોલીસ મથકે રવિવારે સગા પિતા દ્વારા થયેલી કરતૂત અંગે આપવિતી સંભળાવી ત્યારે પોલીસ પણ ચોંકી ઊઠી હતી. યુવતીએ પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું હતુ કે, તે 12 વર્ષની હતી ત્યારથી તેના પિતા તેનું શારીરિક શોષણ કરતા આવ્યા છે. ઘરમાં માતા બહાર ગયા હોય અને ભાઈ ટયૂશન ગયો હોય ત્યારે એકલતાનો લાભ લઈ પિતા વારંવાર તેની સાથે દુષ્કર્મ આચરતા હતા. તે સમજણી થયા પછી તેણે પિતાને આ પ્રકારનું કૃત્ય ન કરવા સતત સમજાવ્યું હતુ. પરંતુ નરાધમ પિતા સતત દુષ્કર્મ કરતા રહ્યા હતા. આખરે કંટાળીને તેણે પોલીસનું શરણું લીધું હોવાની વાત કરી હતી. યુવતીની ફરિયાદને પગલે પોલીસે તરત જ હરકતમાં આવીને આરોપી પિતાની સામે પોક્સો તથા દુષ્કર્મનો ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. જે બાદ પોલીસે સોમવારે તેને વાપીની કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગ કરતા જજે આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon