બનાસકાંઠા: રાજ્યમાં શ્રાવણ માસની ધામધૂમ પૂર્વક શરૂઆત થઈ ગઈ છે. શ્રાવણ માસમાં અગલ અગલ ધાર્મિક વ્રત અને પ્રસંગો પણ ઉજવાતા હોય છે. શ્રાવણ માસમાં અલગ અલગ તહેવારો આવતા હોવાથી હાલ બજારમાં ફૂલોની માંગમાં વધારો નોંધાયો છે. ફૂલોની માંગ વધતા ડીસા ફૂલ બજારમાં ફૂલોના ભાવમાં પણ વધારો નોંધાયો છે.
શ્રાવણ માસની શરૂઆતની સાથે સાથે દશામાનું વ્રત, ફુલ કાતરીનો વ્રતની પણ ઉજવણી થઈ રહી છે. મોટાભાગના તહેવારો આવવાના કારણે હાલ ફૂલોનો ભાવ ડબલ થઈ ગયા છે. ચોમાસાની ઋતુ હોવાથી ફૂલોના ઉત્પાદનમાં પણ ઘટાડો નોંધાતો હોય છે. હાલ ફૂલોના ભાવમાં 50 ટકાનો વધારો નોંધાયો છે.
દિવાસાના દિવસથી દશામાનું વ્રત ભક્તો મોટી સંખ્યામાં કરતા હોય છે. દશામાનું વ્રત હોવાથી હાલ ફૂલોની માંગ વધી છે. હાલ બજારમાં ગુલાબ, ગલગોટા, સફેદ ફૂલ, દેશી ગુલાબ સહિત અનેક ફૂલોની માંગ વધી છે.
હાલ બનાસકાંઠામાં આવેલા ફૂલ બજારમાં કાશ્મીરી ગુલાબનો ભાવ 400 રૂપિયા, ગલગોટા 200 રૂપિયા, સફેદ ફૂલ 700 રૂપિયા, લીલીના 20 રૂપિયામાં મળતું હતું જે અત્યારે 40 રૂપિયામાં મળે છે. દેશી ગુલાબ 300 રૂપિયા કિલોના ભાવે મળે છે. 10 રૂપિયાથી લઈ 100 અને 200 રૂપિયા સુધીના હાર મળી રહ્યા છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર