- પત્નીને હાથ પર ઈજા કરી
- શરીરમાંથી વધુ લોહી વહી જતા હોસ્પિટલ પુત્રને લઇ જવામાં આવ્યો હતો
- પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી
થરાદના રતનપુરા ગામની સીમમાં લીંમડિવાળા તરીકે ઓળખાતા ખેતરમાં પતિએ પત્ની પાસે વ્યસન કરવા માટે માટે પૈસા માગ્યા હતા પત્નીએ વ્યસન કરવાની ના પાડતા ઘરમાં પડેલી ટોમી લઈ હુમલો કર્યો હતો જેમાં પત્નીને હાથે ઇજાઓ કરી હતી જ્યારે બે પુત્ર વચ્ચે આવતા નાના પુત્રના માથામાં ટોમી મારી અને હત્યા કરી નાખતા ચકચાર મચી હતી.
થરાદના રાનેસરીના અને રતનપુરાની સીમમાં લીંબડીવાળા તરીકે ઓળખાતા ખેતરમાં રહેતા ડામરા ભાઈ રાસેગભાઈ પટેલ પત્ની અને બે પુત્ર સાથે રહે છે જેમણે પોતાની પત્ની રત્નીબેન પાસે વ્યસન માટે પૈસા માગ્યા હતા પરંતુ પત્નીએ તહેવાર હોવાથી વ્યસન કરવાની ના પાડતા તેણે ઘરમાં પડેલી લોખડની ટોમી લઈ પત્નીને મારવા જતા ખસી ગયા હતા જેથી તેમના હાથ પર વાગી હતી.જ્યારે તેમના બે દીકરા કિશનભાઇ અને અશ્વિનભાઈ ત્યાં આવી કુકવા કરવા લાગ્યા હતા ત્યારે અશ્વિનભાઈ એ કહ્યું હતું કે આજે ત્રણેયને મારી નાખવા છે કોઈને જીવતા રાખવા નથી તેમ કહી નાના દીકરા કિશનના માથામાં લોખંડની ટોમી મારી હતી જેથી કિસન નીચે પડી ગયો હતો.
જ્યારે મોટા પુત્ર અશ્વિનને અને પત્નીને મારવા દોડયા હતા ત્યારે બાજુમાં આવેલા ખેતરમાં ઉભેલા દિનેશભાઈએ હાકોટા કરતા ડામરાભાઈ ટોમી મૂકી અને ત્યાંથી નાસી ગયા હતા જે બાબતે તેમના કાકા મલાભાઈને જાણ થતા તેઓ અન્ય લોકો સાથે ત્યાં આવી ગયા હતા અને રતનીબેનને ગામના એક દવાખાનામાં સારવાર અર્થે મોકલ્યા હતા જ્યારે લોહી લુહાણ હાલતમાં પડેલા કિશનભાઇને થરાદની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા જ્યાં તબીબે કિશનભાઇને મૃત જાહેર કર્યા હતા જે બાબતે મલાભાઇ ભેમાભાઈ પટેલ એ મૃતક કિસનના પિતા ડામરાભાઈ રાસેગાભાઈ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ કરી હતી.