- વેરાવળની શ્રીપાલ સોસાયટીમાં ભરાયા પાણી ભરાયા
- 160 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યાં
- રાજ્યના 4 તાલુકાઓમાં 10 ઇંચથી વધુ વરસાદ
ભારે વરસાદના કારણે વેરાવળ ભાલકા મંદિર પાસે રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું છે. જેમાં NDRFની ટીમ દ્વારા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યાં છે. ગીર સોમનાથ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેમાં જિલ્લાના તાલાલા, વેરાવળ ધોધમાર વરસાદ સાથે સુત્રાપાડામાં સૌથી વધુ 22 ઇંચ વરસાદ વરસ્યો હતો.
રાજ્યના 4 તાલુકાઓમાં 10 ઇંચથી વધુ વરસાદ વરસ્યો
રાજ્યના 4 તાલુકાઓમાં 10 ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો. ગીર સોમનાથના વેરાવળ તાલુકામાં 20 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના કારણે વેરાવળ શહેર જળમગ્ન થયું હતું. વેરાવળ શહેરમાં અનેક સોસાયટીમાં કેડ સમા પાણી ભરાયા હતા. શહેરના તમામ રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાઇ જવાના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું. વેરાવળ-કોડીનાર ફોર ટ્રેક હાઈવે પર પાણી ભરાતા વાહનવ્યવહાર ખોરવાયો હતો. ભારે વરસાદના કારણે અનેક નીચાણવાળા ઘરો તેમજ દુકાનોમાં પાણી ભરાયા હતા.
વેરાવળની શ્રીપાલ સોસાયટીમાં ભરાયા પાણી ભરાયા
વેરાવળની શ્રીપાલ સોસાયટીમાં ભરાયા પાણી ભરાયા હતા. વેરાવળના ડાભોર રોડ, હવેલી ચોક વિસ્તારમાં પાણી ભરાયા હતા. વેરાવળ અને જૂનાગઢમાં હજુ પણ ધોધમાર વરસાદની શક્યતા છે. જુનાગઢ અને માંગરોળ તેમજ આજુબાજુના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદથી મગફળી, સોયાબીન સહિતના પાકને નુક્સાન થવાની શક્યતા છે. ચાલુ સીઝનમાં રાજ્યનો કુલ સરેરાશ વરસાદ 55.30 ટકા વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં 112.37 ટકા વરસાદ નોંધાયો હતો.