- બેડી વિસ્તારના પિતા પુત્રની મહત્વની ભૂમિકા
- SOG અને LCB દ્વારા બન્નેની પૂછપરછ હાથ ધરાઈ
- મધરાતથી તપાસનો ધમધમાટ શરૂ કરાયો
વેરાવળ બંદરેથી ઝડપાયેલા ડ્રગ્સ કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં જામનગરના પિતા-પુત્રને રાઉન્ડ અપ કરાયા છે. બેડી વિસ્તારના પિતા પુત્રની મહત્વની ભૂમિકા રહી છે. તેથી SOG અને LCB દ્વારા બન્નેની પૂછપરછ હાથ ધરાઈ છે.
જામનગરના બે ઈસમને રાઉન્ડ અપ કરાયા
વેરાવળ બંદરેથી મળી આવેલ ડ્રગ્સના મામલે વેરાવળ એસોજી અને એલસીબી દ્વારા જામનગરના બે ઈસમને રાઉન્ડ અપ કરાયા છે. જેમાં તપાસ એજન્સીઓ દ્વારા વેરાવળ ખાતે લાવી પૂછપરછ હાથ ધરાઇ છે. તાજેતરમાં ગીર સોમનાથના વેરાવળ બંદર પરથી એક બોટમાંથી 50 કિલોનું સિલબંધ ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો. દરિયાઈ માર્ગેથી ફિશિંગ બોટમાં આ નશીલો જથ્થો આવી રહ્યો આવ્યો હતો. ગુજરાત પોલીસ દ્વારા વેરાવળ બંદરના નલિયા ગોળી કાંઠે રેડ કરતા હેરોઇન ડ્રગ્સના કુલ રૂપિયા 350 કરોડના 50 કિલો સિલબંધ પેકેટનો જથ્થો પકડીને કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઓપરેશન અંતર્ગત ત્રણ મુખ્ય આરોપીઓ સહિત 9 આરોપીઓની ધડપકડ કરવામાં આવી હતી.
મધરાતથી તપાસનો ધમધમાટ
FSLસહિત ગીર સોમનાથ SOG અને LCB સહિતની ટીમોએ તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો. મધ્ય રાત્રે બાતમીને આધારે પોલીસે આ બોટને ઝડપી પાડીને નશીલો જથ્થો કબજે કર્યો હતા. આ અંગે મળતી માહિતી પ્રમાણે, ગુજરાત પોલીસ દ્વારા વેરાવળ બંદરના નલિયા ગોળી કાંઠે દરોડો પાડવામાં આવતા હેરોઇન ડ્રગ્સનો કુલ રૂપિયા 350 કરોડના 50 કિલોના સિલબંધ પેકેટનો જથ્થો પકડીને કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઓપરેશન SOG અને NDPS ની ટીમ દ્વારા સંયુક્ત રીતે સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યુ હતુ