- ગામના ખંઢેર મકાનમાં દીપડીએ બચ્ચાને જન્મ આપ્યો
- મકાન મલિક દ્વારા વન વિભાગને જાણ કરાઈ
- વન વિભાગ દ્વારા દીપડી અને બચ્ચાને રેસ્ક્યુ કરાયા
વેરાવળમાં ગામના મકાનમાં દીપડીએ બચ્ચાને જન્મ આપ્યો છે. જેમાં ગીર સોમનાથના વેરાવળમાં ભેટાડી ગામની આ ઘટના છે. ગામના ખંઢેર મકાનમાં દીપડીએ બચ્ચાને જન્મ આપ્યો છે. ત્યારે મકાન મલિક દ્વારા વન વિભાગને જાણ કરાઈ હતી. તેમજ વન વિભાગ દ્વારા દીપડી અને બચ્ચાને રેસ્ક્યુ કરવા કાર્યવાહીમાં હાથ ધરી હતી.
દિપડાને લઈ લોકોમાં છેલ્લા ત્રણથી ચાર મહિનાથી ભય ફેલાયેલો
અરવલ્લી જિલ્લાના સરડોઈ પંથકમાં દિપડાને લઈ લોકોમાં છેલ્લા ત્રણથી ચાર મહિનાથી ભય ફેલાયેલો છે. મોડાસાના ઉત્તરીય પટ્ટાના 10થી 12 ગામના વિસ્તારોમાં દિપડાના કારણે સાંજ પડતા જ લોકોમાં ફફડાટ વ્યાપે છે. વિસ્તારમાં દિપડો સમયાંતરે દેખા દઈને પશુઓનુ મારણ કરી રહ્યો છે. જેને લઈ લોકોમાં હવે પોતાનો જીવ બચાવવાને લઈ ડર વ્યાપી રહ્યો છે. ગ્રામ વિસ્તારમાં આવીને દિપડો પશુઓનુ મારણ કરી જવાને લઈ લોકોમાં ડર વ્યાપી રહ્યો છે.
10 થી 12 ગામના લોકો દિપડાના ભયથી ફફડી રહ્યા છે
સરડોઈ પંથકના 10 થી 12 ગામના લોકો દિપડાના ભયથી ફફડી રહ્યા છે. વિસ્તારના ખેડૂતો સાંજ પડતા જ ખેતરમાં જઈ શકતા નથી. વિસ્તારમાં યુવાનોએ પણ બહાર કામ ધંધા અર્થે ગયા હોય તો અંતરિયાળ રસ્તાઓ પર એકલ દોકલ બાઈક જેવા વાહન પર આવી શકતા નથી. સાંજ પડતા ગામના છેવાડાના મકાનોના લોકો એકલ દોકલ ઘરની બહાર ફરી પણ નથી શકતા. છેલ્લા ત્રણ ચાર માસથી વિસ્તારના સરડોઈ, ભાટકોટો, ગોખરવા સહિતના ગામડાઓમાં દિપડો જોવા મળી રહ્યો છે. વિસ્તારમાં દિપડો ગ્રામ્ય વિસ્તારની નજીક આવીને દિપડાનુ મારણ કરતો હોવાને લઈ ખેડૂતો પરેશાન બન્યા છે. ખેડૂતોને હવે પોતાના જીવ બચાવવા મુશ્કેલ લાગી રહ્યા છે. એક ખેડૂતે છેલ્લા એક માસમાં બે પશુઓને ગુમાવ્યા છે.