- સ્કૂલ મેનેજમેન્ટનો જોરદાર વિરોધ કરવામાં આવ્યો
- શિક્ષણ વિભાગે લેખિતમાં જવાબ માગી ભીનુ સંકેલ્યું
- શાળા મેનેજમેન્ટે મીડિયા સમક્ષ બોલવા સ્પષ્ટ ઇનકાર કર્યો
ગીર સોમનાથમાં વેરાવળની આદિત્ય બિરલા પબ્લિક સ્કૂલનો વિવાદ સામે આવ્યો છે. જેમાં શાળામાં ચોક્કસ ધર્મ વિરોધી પ્રાર્થના બોલાવવાની ફરજ પડાતા હિંદુ સંગઠનો સ્કૂલે પહોંચ્યા છે. તેમાં આખરે શિક્ષણ વિભાગ પણ તપાસ અર્થે સ્કૂલે પહોંચ્યુ છે.
સ્કૂલ મેનેજમેન્ટનો જોરદાર વિરોધ કરવામાં આવ્યો
વેરાવળ શહેરમા આવેલી આદિત્ય બિરલા પબ્લિક સ્કૂલ હાલ વિવાદોમાં ફસાઇ છે. જેમાં આ ખાનગી પ્રાથમિક શાળામા હિંદુ બાળકોને અન્ય ધર્મની પ્રથાના કંઠસ્થ કહેવાનું કહેતા ભારે હોબાળો મચ્યો છે. વિશ્વહિન્દુ પરિષદ અને અન્ય હિંદુ સંગઠનોએ મિટિંગો ભરી મોટી સંખ્યામાં શાળાએ પહોંચ્યા હતા અને સ્કૂલ મેનેજમેન્ટનો જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો.
લેખિતમા જવાબ મોકલી આપવા જણાવી ભીનુ સંકેલી લેવાયુ
આ સમગ્ર મામલાની જાણ શિક્ષણ વિભાગને થતા વેરાવલ તાલુકા શિક્ષણ અધિકારી અને અન્ય કર્મચારીઓ શાળાએ પહોંચ્યા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આદિત્યા બિરલા સ્કૂલના પ્રિન્સિપલની પૂછપરછ કરવામાં આવી છે. તેમજ બીજી તરફ સ્કૂલ મેનેજમેન્ટ શિક્ષણ વિભાગનો પણ ઉલળીયો કર્યો હોય તેમ લાગી રહ્યું છે. શિક્ષણ વિભાગની ટિમે શાળા મેનેજમેન્ટને લેખિતમા જવાબ મોકલી આપવા જણાવી ભીનુ સંકેલી લેવાયુ છે.
શાળા મેનેજમેન્ટે મીડિયા સમક્ષ પણ બોલવા સ્પષ્ટ ઇનકાર કર્યો
વેરાવળની વિવાદિત આદિત્યા બિરલા સ્કૂલ ભૂતકાળમાં પણ અનેક વખત વિવાદોમાં સપડાય ચુકી છે. અને હવે વધુ એક વિવાદ છાંછેડાયો છે. અને હવે ચોક્કસ ધર્મના તુષ્ટિ કરણનો આરોપ લાગતા શાળા ફરી વિવાદમાં આવી છે. ત્યારે શાળા મેનેજમેન્ટે મીડિયા સમક્ષ પણ બોલવા સ્પષ્ટ ઇનકાર કર્યો હતો.