વેરાવળમાં યુવકની છરીના ઘા મારી હત્યા, ઘટનાને અંજામ આપી આરોપી પોલીસ સમક્ષ થયો હાજર | Youth stabbed to death in Veraval Gir Somnath Gujarat

0
7

Gir Somnath News : રાજ્યમાં મારામારી, લૂંટ, હત્યા સહિતના બનાવો સામે આવતા હોય છે, ત્યારે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં યુવકને છરીના ઘા મારીને હત્યા નીપજાવી હોવાની ઘટના સામે આવી છે. હત્યા કર્યા બાદ આરોપી વેરાવળ પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો. જોકે, હત્યા કરવા પાછળનું કારણ અકબંધ છે, ત્યારે સમગ્ર મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

યુવકની છરીના ઘા મારી હત્યા 

ગીર સોમનાથના વેરાવળ ભીડીયા વિસ્તારમાં વાણીયાના મસાણથી ઓળખાતી જગ્યાએ મહેશ પ્રેમજી લોઢારી નામના યુવકને છરીના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હતી. હત્યારો કાજલી ગામનો વિપુલ અનિલકુમાર ઠાકોર હોવાનું સામે આવ્યું છે. આરોપી ઘટનાને અંજામ આપ્યા બાદ સીધો વેરાવળ પોલીસ સમક્ષ હાજર થઈ ગયો છે. પ્રાથમિક તપાસમાં સામાન્ય બોલાચાલી બાદ હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. 

આ પણ વાંચો: ચંડોળામાં આજે ફરી ડિમોલિશનની કાર્યવાહી, 2 મસ્જિદ સહિત 4 ધાર્મિક બાંધકામ તોડી પડાશે

સમગ્ર ઘટનાને પગલે પોલીસ ઘટનાસ્થળે પહોંચીને યુવકના મૃતદેહને પીએમ અર્થે મોકલ્યો હતો. હત્યાને લઈને પોલીસે ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે.  હત્યાના બનાવને લઈને ખારવા સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા. 

[ad_2]

Source link

RATE NOW

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here