https://www.youtube.com/watch?v=oCPYfB7e_HQ
- રાજકીય આગેવાનના કારણે આત્મહત્યા કર્યાનો ઘટસ્ફોટ
- રાજકીય આગેવાન અને તેના પિતાના નામનો ઉલ્લેખ
- પોલીસે સ્યુસાઈડ નોટ કબજે લઈ તપાસ હાથ ધરી
વેરાવળમાં નામાંકિત તબીબના આપઘાત પ્રકરણમાં નવો ઘટસ્ફોટ સામે આવ્યો છે. જેમાં રાજકીય આગેવાનના કારણે આત્મહત્યા કર્યાનો ઘટસ્ફોટ થયો છે. ડો.અતુલ ચગે લખેલી સ્યુસાઈડ નોટ મળી આવી છે. તેમાં રાજકીય આગેવાન અને તેના પિતાના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
રાજકીય આગેવાન સાથે મોટા આર્થિક વ્યવહાર હતા
પોલીસે સ્યુસાઈડ નોટ કબજે લઈ તપાસ હાથ ધરી છે. તથા રાજકીય આગેવાન સાથે મોટા આર્થિક વ્યવહાર હતા તેમ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ઘટનામાં વેરાવળમાં તબીબે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. તેમાં હોસ્પિટલની ઉપર આવેલા મકાનમાં તબીબનો આપઘાત કર્યો છે. જેમાં ડોક્ટર અતુલ ચગે ગળેફાંસો ખાઈ આપઘાત કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
ડો.અતુલ ચગ શહેરના નામાંકિત તબીબ હોવાની સાથે સુખી સંપન્ન હતા
ગીર સોમનાથમાં વેરાવળના પ્રતિષ્ઠિત તબીબે ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધુ છે. જેમાં ડો.અતુલ ચગ શહેરના નામાંકિત તબીબ હોવાની સાથે સુખી સંપન્ન હતા. ઘટનાની જાણ થતાં હોસ્પિટલે રાજકીય અને સામાજીક આગેવાનો અને તબીબો દોડી આવ્યા છે. તથા પોલીસ અધિકારીઓ પણ સ્ટાફ સાથે સ્થળ ઉપર પહોંચી તપાસનો ઘમધમાટ હાથ ધર્યો છે. જેમાં તબીબના ગળાફાંસો ખાવા પાછળ શહેરભરમાં ચોંકાવનારી ચર્ચાઓ શરૂ થઈ છે.