- હોસ્પીટલના કેમ્પસમાં વરસાદી પાણી ભરાયું
- બાળકોનો વિડીયો થયો વાઈરલ
હાલ સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જેના લીધે રાજ્યના અનેક પંથકોમાં પુરની પરિસ્થિતિ સર્જાઈ છે. રાજ્યના પૂરગ્રસ્ત વિસ્તારોમાં NDRF અને SDRFની ટીમોએ બચાવ કામગીરી હાથ ધરી છે. હજુ પણ આગામી 2-૩ દિવસ રાજ્યમાં માધ્યમથી ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. તેવામાં ભારે વરસાદને પગલે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળના સરકારી હોસ્પીટલના કેમ્પસમાં પાણી ભરાતા સ્વીમીંગપુલ જેવા દ્રશ્યો સર્જાયા હતા.
હોસ્પીટલમાં ભરાયેલા પાણીમાં બાળકોએ નહાવાની મજા લીધી
વેરાવળની સરકારી હોસ્પિટલના કેમ્પસમાં પાણી ભરાતા કેમ્પસમાં સરોવર સ્વરૂપ જોવા મળ્યું હતું. જેથી આસપાસના વિસ્તારના બાળકોએ તેમાં કુદકા મારીને સ્વીમીંગપુલની મજા માણી હતી. હોસ્પીટલમાં ભરાયેલા પાણીમાં નાહી રહેલા બાળકોનો વિડીયો હાલ વાઈરલ થઇ રહ્યો છે.