- 15 મિનીટ સુધી નોળીયો સાપને છંછેડતો રહ્યો
- ગ્રામજનોએ લડાઈના દ્રશ્યો મોબાઈલમાં કેદ કર્યા
- લોકોનું ટોળુ એકત્ર થતા બન્ને નાસી ગયા
વેરાવળના કાજલી ગામે સાપ અને નોળીયા વચ્ચે રોમાંચક લડાઈનો વીડિયો વાયરલ થયો છે. જેમાં 15 મિનીટ સુધી નોળીયો સાપને છંછેડતો રહ્યો હતો. બાદ લડાઈ જોવા લોકોનું ટોળુ એકત્ર થતા બન્ને નાસી ગયા હતા. ગ્રામજનોએ રોમાંચક લડાઈના દ્રશ્યો પોતાના મોબાઈલમાં કેદ કર્યા છે. ક્યારેક જોવા મળતી રોચક લડાઈની ઘટના કાજલી ગામના સોસાયટી વિસ્તારના માર્ગ પર જોવા મળી છે.