જામનગર: રાજ્યમાં રખડતા ઢોરોનો ત્રાસ દિવસેને દિવસે વધતો જતો જોવા મળી રહ્યો છે. ત્યારે વધુમાં ફરી જામનગરમાં રખડતા ઢોરોનો ત્રાસ સામે આવ્યો છે. જેના વિશે જાણીને તમારું પણ કાળજું કંપી જશે અને આ ઘટનાના સીસીટીવી વીડિયો પણ સામે આવ્યા છે. જેને જોઈને ભલભલાના કાળજા કંપી જાય તેવો આ સીસીટીવી વીડિયો છે.
શહેરના હરિયા સ્કૂલ પાસે આ બનાવ સામે આવ્યો છે. જેમાં એક વૃદ્ધ મહિલા રસ્તા પર હતા ત્યારે અચાનકથી રખડતા ઢોરે તેમને પાછળથી શિંગડામાં ભરાવી ફૂટબોલની જેમ હવામાં ઉછાળ્યા હતા. જેના કારણે વૃદ્ધ મહિલા જમીન પર પછડાયા બાદ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જેથી તેમના પરિવાર દ્વારા વૃદ્ધાને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો:
આ છે ગામડાનું દેશી ફ્રિજ, ન વીજળીની ઝંઝટ ન કોઈ લાઇટ, છતાં લોકોના દિલને ભાવી ગઈ ટેકનોલોજી
જોકે સારવાર દરમિયાન વૃદ્ધાનું કરુણ મોત નિપજ્યું અને તેમના પરિવારમાં હાલ શોકનો માહોલ છવાઈ ગયો છે. આ ઘટનાને લઈને સ્થાનિકોમાં રોષનો માહોલ ફેલાયેલો છે અને તંત્ર દ્વારા રખડતા ઢોરો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. સીસીટીવીમાં જોઈ શકાય છે કે રખડતા ઢોરે કેવી રીતે વૃદ્ધાને અડફેટે લીધા હતા. જેના કારણે તેમનું મોત નિપજ્યું છે.
જામનગરમાં રખડતી રંજાડનો ત્રાસ
રુંવાડા ઉભા કરી દેતો કિસ્સો સામે આવ્યો#GujaratiNews #BreakingNews #News18Gujarati pic.twitter.com/4GiTGxz2yg— News18Gujarati (@News18Guj) February 9, 2025
ઉલ્લેખનીય છે કે જામનગરના હરિયા સ્કૂલ પાસેનો આ બનાવ છે. જેમાં રખડતા ઢોર દ્વારા એક વૃદ્ધ મહિલાને અડફેટે લેવામાં આવ્યા. જેમાં મહિલાને શિંગડામાં ભરાવીને રખડતા ઢોરે હવામાં ઉપર ઉછાળ્યા હતા. જેના કારણે વૃદ્ધા ગંભીર રીતે ઘાયલ થતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા જોકે સારવાર દરમિયાન વૃદ્ધાનું કરુણ મોત નિપજ્યું છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર