- આઠ મહિના પહેલાં દુષ્કર્મ આચર્યું હતું
- અધૂરા માસે સગીરાએ પુત્રને જન્મ આપતાં સારવાર હેઠળ
- બીજી વાર રક્ષાબંધનના દિવસે તેની માતા પિયરમાં જતાં તેના પાલકપિતા એ દુષ્કર્મ આચર્યુ
વિસનગર પાસેના ગામમાં કળિયુગી પાલક પિતાએ તેની સગીર વયની દિકરીની સાથે તેની મરજી વિરૂદ્ધ 8 માસ અગાઉ દુષ્કર્મ કરતાં તેણીનીને દુઃખાવો ઉપડતાં દવાખાને લઇ જતાં ડોક્ટરે ગર્ભવતી હોવાનું જાણ કરતાં તેની માતાએ તેની સગીર વયની દિકરીને પૃચ્છા કરતાં તેણીએ તેના પાલકપિતાએ દુષ્કર્મ આચર્યુ હોવાનું જણાવતાં તેની માતાએ વિસનગર તાલુકા પોલીસ મથકે તેના પતિ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે તેના પતિને પકડીને જેલભેગો કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વિસનગર પાસેના ગામમાં પાલકપિતા એ તેની સગીર વયની પુત્રીને 8 માસ અગાઉ દુષ્કર્મ આચર્યુ હતુ. જેમાં તેણીને પેટમાં દુઃખાવો ઉપડતાં ખાનગી દવાખાને લઇ જતાં ડોક્ટરે સોનોગ્રાફી કરતાં ગર્ભવતી હોવાની જાણ થતાં તેની માતા મહેસાણા સિવિલમાં લઇ જતાં ડોક્ટરે તેની નોર્મલ સુવાવડ કરાવી હતી જેમાં પુત્ર નો જન્મ થતાં જે અધુરા માસે જન્મ થયેલ હોઇ સારવાર તળે દાખલ કરેલ છે.
આ બાબતે તેની માતાએ તેની સગીર પુત્રીને પુછપરછ કરતાં તેણીએ જણાવેલ કે મારા પિતાએ મારી સાથે દુષ્કર્મ આચર્યુ હતુ. અને કોઇને કહીશ તો ઘરમાંથી કાઢી મુકીશ અને જાનથી મારી નાખીશ જેથી કોઇને આ વાત કરી ન હતી. ત્યારબાદ બીજી વાર રક્ષાબંધનના દિવસે તેની માતા પિયરમાં જતાં તેના પાલકપિતા એ દુષ્કર્મ આચર્યુ હતુ. આ બાબતે તેની માતાને સગીર વયની દિકરી ગર્ભવતી હોવાની કોઇ ખબર ન હોઇ જ્યારે દવાખાને જતાં પાપનો ભાંડો ફુટયો હતો. ડોક્ટરે વિસનગર તાલુકા પોલીસને જાણ કરતાં તાલુકા પોલીસે સગીરાની માતાની ફરિયાદ લઇ તેના પાલકપિતા વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.