- પોલીસ અધિક્ષકે શહેરના દરેક જ્ઞાતિના આગેવનોને મળ્યા હતા
- શાંતિપુર્વક રથયાત્રા યોજાય તે અંગે ચર્ચા કરી હતી
- વિસનગર શહેરમાં 42મી રથયાત્રા સંદર્ભે શાંતિ સમિતિની મિટીંગ મળી
વિસનગરમાં હરિહર સેવા મંડળમાં મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક અચલ ત્યાગીના અધ્યક્ષ સ્થાને વિસનગર શહેરમાં 42મી રથયાત્રા સંદર્ભે શાંતિ સમિતિની મિટીંગ મળી હતી. જેમાં હરીહર સેવા મંડળના પ્રમુખ, મંત્રી તેમજ શહેરના પ્રતિષ્ઠ આગેવાનો, નાયબ પોલીસ અધિક્ષક આર.આઈ. દેસાઈ, શહેર પી.આઇ. એસ. એસ. નીનામા એ હાજરી આપી હતી. આ વર્ષે ખુબ જ રંગેચંગે હરીહર સેવા મંડળથી રથયાત્રા પ્રસ્થાન કરવામાં આવશે. જેમાં પોલીસ અધિક્ષકે શહેરના દરેક જ્ઞાતિના આગેવનોને મળ્યા હતા. શાંતિપુર્વક રથયાત્રા યોજાય તે અંગે ચર્ચા કરી હતી.
રથયાત્રાના નિમિત્તે પોલીસનો કડક બંદોબસ્ત તૈનાત કરવામાં આવનાર છે. તા. 20મીને મંગળવારના રોજ હરીહર સેવા મંડળ ખાતેથી ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા, ભાઇ બલરામજીની રથયાત્રા નિકળશે. જેમાં વિસનગર પોલીસે સઘન કડક બંદોબસ્ત ગોઠવાયો છે. જેમાં નાયબ પોલીસ અધિક્ષક આર.આઈ. દેસાઈ સહિત 7 પી.આઈ., 11 પીએસઆઈ, 500 પોલીસના જવાનો ઘોડેસવાર, તેમજ રથયાત્રા ઉપર બે ડ્રોન કેમેરાથી શહેરનું સુપરવિઝન કરવામાં આવશે. તેમજ રથયાત્રામાં બે વિડિયોગ્રાફર તેમજ સીસીટીવી સર્વેલન્સ દ્વારા રથયાત્રાનું સંપુર્ણ સંચાલન પર દેખરેખ રાખવામાં આવશે. તેવું શહેર પીઆઈ એસ.એસ. નીનામાએ જણાવ્યું છે.