- જપ્ત કરેલ વાહનો ક્યાં મુકવા તે મોટો ગંભીર પ્રશ્ન ઉપસ્થિત થયો છે
- વર્ષ 2014મા કરાયેલી દરખાસ્ત કોર્ટ મેટર હોઈ નામંજૂર થઈ હતી
- તાલુકા પોલીસ સ્ટેશન હાલ 126 વર્ષ જુની ઇમારતમાં કાર્યરત છે
સમગ્ર ગુજરાતમાં પોલીસ મથકો અત્યંત આધુનિક બન્યા છે. જ્યારે, વિસનગર તાલુકા પોલીસ સ્ટેશન હાલ 126 વર્ષ જુની ઇમારતમાં કાર્યરત છે. શહેર પોલીસ સ્ટેશનના 2012ના નિર્માણ બાદ જુના મકાનમાં હાલમાં ફરજ બજાવતા તાલુકા પોલીસ કર્મચારીઓ પરેશાન થઇ ઉઠયા છે. આમ તાલુકા પોલીસ સ્ટેશન માટે કલેક્ટરને 2014માં દરખાસ્ત કરાઈ હતી. જે કોર્ટ મેટર હોવાથી નામંજુર થઇ હતી.
વિસનગર શહેરના દરબાર રોડ પર વર્ષ 1897 ની સાલમાં માત્ર એક ફોજદાર થી પોલીસ સ્ટેશન કાર્યરત કરવામાં આવ્યુ હતુ. સયાજીરાવ ગાયકવાડ સરકારમાં આ પોલીસ સ્ટેશનની સ્થાપના કરવામાં આવી હતી. આ જગ્યાએ માત્ર એક જ વિસનગર પોલીસ સ્ટેશન કાર્યરત હતુ. વર્ષ 2012 માં શહેર પોલીસ સ્ટેશન અલગ થતાં જુના મકાનમાં તાલુકા પોલીસ સ્ટેશન શરૂ કરાયુ હતુ. વર્ષો જુના મકાનના કારણે આ પોલીસ સ્ટેશન જર્જરીત બન્યુ છે.તેમજ હાલમાં તાલુકા પોલીસમથક આગળ પાણીનો સંપ બની રહ્યો છે. જેનાથી લોકોના તેમજ પોલીસે જપ્ત કરેલ વાહનો ક્યાં મુકવા તે મોટો ગંભીર પ્રશ્ન ઉપસ્થિત થયો છે.
નાયબ પોલીસ અધિક્ષક દિનેશસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, તાલુકા પોલીસમથક માટે જે તાલુકા પોલીસમથક માટે જગ્યા ફાળવાઈ હતી તે પોલીસમથકને લાયક નથી. ઓછી જગ્યા હોવાથી નવીન પોલીસમથકનો સમાવેશ થાય તેમ નથી. અમે તાલુકા પોલીસમથક માટે બે જગ્યાઓ જોઈ છે. વિજાપુર રોડ પર અને વાલમ રોડ, વોટર વર્કસ પાસે જેમાં 5 વિઘા જમીનની જરૂરિયાત છે. જેમાં પોલીસસ્ટેશન, પોલીસ લાઈન તેમજ બાળક્રિડાંગણ બનાવવું પડે તેટલી જગ્યા છે