- મુસાફરોને ગંભીર ઇજા થવા સંભવ
- ખોદવામાં આવેલ દસ ફૂટ ખાડામા ગાય ખાબકી હોવાની ઘટના બની હતી
- મુસાફરોની અવર જવરના રસ્તામાં આવેલ હોવાથી મુસાફરો માટે ભય સમાન છે
ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન દ્વારા વિરપુર બસ સ્ટેશન નવિની કરણ માટે ની દરેક પ્રક્રિયા પૂર્ણ થતાં જેતે કંપની ને કોન્ટ્રાક્ટ મળતા તેનું કાર્ય ચાલુ થયું છે પરંતુ કામ ની શરૂઆત થી કોન્ટ્રાક્ટની નિષ્કાળજી જવાય રહી છે. કામ ની શરૂઆત કરતા થાંભલા માટે ખોદવામાં આવેલ દસ ફૂટ ખાડામા ગાય ખાબકી હોવાની ઘટના બની હતી.
જ્યારે હાલના સમય બસ સ્ટેશન ની અંદરના ભાગે મુસાફર ની અવર જવર કરવાની જગ્યાએ લોખંડના સળિયા અને એંગલ બસ સ્ટેશનના થાંભલા પર દેખાઈ રહી છે. જે ભરચક મુસાફરોની અવર જવરના રસ્તામાં આવેલ હોવાથી મુસાફરો માટે ભય સમાન છે બસ મા બેસવાની ઉતાવળમાં કે મુસાફર મા બાપ સાથે આવેલ બાળકને આવતા જતા વાગી જવાની ભીતી સેવાઈ રહી છે વહેલી તકે આ લોખંડ નો સળિયો તેમજ એંગલ બસ સ્ટેશન મુસાફરો ની અવર જવરની જગ્યા થી હટાવી કોન્ટ્રાકટરના કાર્યક્ષેત્ર મા ખસેડવામાં આવે તે મુસાફરો ના હિત મા છે.