- બસ સ્ટેશનની જગ્યા બદલાતા વિસ્તારની ઝાહોઝહાલી ઘટી
- રોડ પર ગટરના ગંદા પાણી ફરી વળતા ફેલાતી તીવ્ર દુર્ગંધ
- શુભ પ્રસંગ જુલૂસ પણ આજ માર્ગ ઉપરથી નીકળતું હતું
વિરપુરનો એક વિસ્તાર જે પાણીની ટાંકી વિસ્તાર તરીકે ઓળખાય છે. જ્યાં એક જમાનાનું જૂનું બસ સ્ટેશન આવેલુ હતું. ભરચક વસ્તીની અવર જવરના ધરાવતો આ વિસ્તાર હતો. સમય અને સંજોગો બદલાતા બસ સ્ટેશનની જગ્યા બદલાઈ ત્યારથી આ વિસ્તારની ઝાહોઝહાલી દિવસે દિવસે ઢળતી ગઈ છે. હાલના સમયે આ વિસ્તાર માત્ર ગંદકી, કચરાના ઢગ મા ફેરવાઈ ગયો છે. અગત્ય ની વાત તો એ છે કે, ગ્રામ પંચાયત ભવન થી માત્ર 200 મીટર નજીક છે તેવા વિસ્તારના લોકો પારાવાર ગંદકી અને કચરાના ઢગ સાથે મજબૂરી થી રહેવા મજબૂર બન્યા છે.
આ વિસ્તારના લોકોના જણાવ્યા પ્રમાણે તેમના દાદા પરદાદાના વખતથી સમાજ નો કોઈ વ્યક્તિ નું મૃત્યુ થાય તો આ મુખ્ય માર્ગ ઉપરથી જનાજો લઇ જવાતો હતો. જ્યારે કોઈ બાધા કે શુભ પ્રસંગ જુલૂસ પણ આજ માર્ગ ઉપરથી નીકળતું હતું. જ્યારે છેલ્લા કેટલાક વરસો થી પંચાયતની લાપરવાહીથી આર સી સી રોડ ઉપર ગટરનું ગંદુ પાણી ફ્રી વડતા આ રોડ ઉપર જંગલી ઘાસ ઉગી નીકળ્યું છે જેને લઇ આજુબાજુ ના વિસ્તાર માં તીવ્ર દુર્ગંધ ફેલાઈ રહી છે. આ વિસ્તારના લોકો મા રોગચાળો પણ ફેલાઈ રહ્યો છે બાળકો અને વૃદ્ધ લોકોનું જીવન જોખમાયું હોવાની ફરિયાદ આ વિસ્તાર ના લોકો કરી રહ્યા છે. આ વિસ્તારમાંથી ગટરના દુષિત પાણીના નિકાલ માટે કાયમી ધોરણે નિરાકરણ લાવવામા આવે તેમ આ વિસ્તારના લોકોની માગણી છે વરસો જૂની ગંદકી દૂર કરી રસ્તો ખુલ્લો કરવાની માંગણી સાથે ઝઝુમી રહેલા લોકો બહેરા મૂંગા તંત્ર સામે લાચાર બની આસ લગાવી ન્યાય મળે તેવી આસ લગાવે છે. ત્યારે આવનાર સમય મા આ પ્રજા માટે તંત્ર કેવી કાર્યવાહી હાથ ધરે છે રોગચાળો અને ગંદકીમાંથી મુક્તિ અપાવે તેવી માંગણી ઉઠી છે.