- લાવરી નદીમાં પૂરથી વર્ષોવર્ષ કિનારાનું ધોવાણ
- નદી કિનારાનું ધોવાણ અટકાવવા પ્રોટેક્શન વોલ બનાવવા માગ
- નદી નો પટ વિસ્તાર વધતો જાયછે જ્યારે સ્થાનિક રહેણાંક વિસ્તાર ઘટી રહ્યો છે
વિરપુરની ભૌગોલિક પરિસ્થિતિ જોતાં વિરપુર નગર ની ફરતે ચારેય બાજુ લાવરી નદી નું વહેણ છે, અને વચ્ચે ગામ વસેલું છે. આ નદીના તટ ઉપર આવેલ રહેણાંક વિસ્તાર આવેલો છે. તેમનો એક વિસ્તાર દેસાઈ નો ઢાળ જે છેવાડાનો વિસ્તાર છે અને નદીના પટ સાથે જોડાયેલ આ વિસ્તાર આવેલો હોવાથી દર વર્ષે ચોમાસા માં આ વિસ્તાર ના પાણી સાથે તેમજ નદીના પાણી સાથે જમીન ધસરાઈ જવાની ઘટના બની રહી છે . જેને લઈ નદી નો પટ વિસ્તાર વધતો જાયછે જ્યારે સ્થાનિક રહેણાંક વિસ્તાર ઘટી રહ્યો છે. આવું બનતા ઘણા લોકો ની પોતાની માલિકી ની જગ્યા નદીના પટમા ફેરવાઈ રહી હોવાની ફ્રીયાદો ઉઠવા પામી છે.
વિરપુરના દેસાઈના ઢાળ વિસ્તારના નદીના 50 ફૂટ ઊંડા ખાઈ વિસ્તારને અડીને આવેલ છે ત્યાં અમુક મકાનો અડધા પડી ગયેલ હાલતમા અત્યારે પણ જોવા મળી રહ્યા છે. જ્યારે આ વિસ્તારમાં અવર જવર ના રસ્તા ની જમીન ધરસી પડતાં રસ્તો સાંકડો બની ગયો છે. રસ્તાની બાજુમાં કોઈ રેલીંગ કે સેફ્ટી માટે વોલની સુવિધા પણ ન હોવાની રાહદારીઓને આવવું જવું મુશ્કેલ બન્યું છે. આ વિસ્તા ના સ્થાનિકો પોતાના મકાન મિલકતને લઇ ખૂબ ચિંતિત બન્યા છે. આ સમસ્યા માટે તંત્રને અનેક વાર રજૂઆત કરવા છતાં નદી તરફ પુરાણ કે અન્ય કોઈ પ્રોટેક્શન દીવાલ જેવું કોઈ નક્કર પરિણામ મળ્યું નથી. નદી ના ભાગે ધરસાઈ થઈ ગયેલ જગ્યામા અગાઉ કાચા મકાનો ધસરાઈ ગયા હોવાનું સ્થાનિકોનું કહેવું છે. જ્યારે મકાન ની જગ્યા પણ વહેણ મા વહી ગઈ છે. આ કારણ થી પોતાની જગ્યા હોવા છતાં કોઈ મકાન બનાવી શકતું નથી. હાલના સમયે રહેણાંકને અડીને નદી આવેલી છે. જ્યાં 50 ફૂટ ઊંડો ખાડો હોવાથી વરસાદના સમય કોઈ મોટી દુર્ઘટના થવાની ભીતી સેવાઈ રહી છે. સ્થાનિક રહીશો ની અવરજવરના રસ્તાની એકબાજુ નદીનો 50 ફૂટ ઊંડો પટ હોવાથી મોટો અકસ્માતની ઘટના ઘટવાની બીક સતાવી રહી છે. દેસાઈના ઢાળ સમગ્ર વિસ્તાર ના લોકોની માગણી છે કે, વહેલી તકે નદીના આ ભાગ મા પ્રોટેક્શન દીવાલ કરવામાં આવે જેથી આવનાર સમય મા સ્થાનિક લોકો ની મિલકત કે જાનહાની અટકી શકે છે. જોવાનું રહ્યું કે તંત્ર દ્વારા અગમચેતી રૂપે શું પગલાં લેવામાં આવે છે.