અરવલ્લી: ફરી એક વખત કોઇ શિક્ષક દ્વારા વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. અરવલ્લીમાં શિક્ષકે વિદ્યાર્થીને માર મારતાં વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેના પગલે હોબાળો પણ થયો છે. વિદ્યાર્થીએ મચ્છર ભગાડવાની અગરબત્તી સળગાવતાં શિક્ષકે માર માર્યો હતો. જેના પગલે વાલીઓમાં ભારે આક્રોશ છે અને મોટી સંખ્યામાં ગામ લોકો સ્કૂલમાં પહોંચ્યા છે.
વિદ્યાર્થીએ મચ્છર ભગાડવાની અગરબત્તી સળગાવી હતી
અરવલ્લીમાં વિદ્યાર્થીને માર મારવા મુદ્દે હોબાળો થયો છે. ધનસુરાની ઉજળેશ્વર સ્કૂલમાં શિક્ષકે વિદ્યાર્થીને માર માર્યો હોવાનું સામે આવ્યું છે. વિદ્યાર્થીએ મચ્છર ભગાડવાની અગરબત્તી સળગાવી હતી. વિદ્યાર્થી ઘરેથી અગરબત્તી લાવ્યો તો શિક્ષકે માર માર્યો હતો. કરોલી ગામના બાળકને માર મારવામાં આવ્યો હતો. વિદ્યાર્થીને માર મારતા વાલીઓમાં આક્રોશ છે. મોટી સંખ્યામાં ગામ લોકો સ્કૂલમાં પહોંચ્યા છે.
આ પણ વાંચો:
હરિદ્વારથી કેદારનાથ જવાના રસ્તા પર થયું ભૂસ્ખલન, ત્રણ ગુજરાતીઓનાં કરૂણ મોત
મોટી સંખ્યામાં ગામ લોકો સ્કૂલમાં પહોંચ્યા
વિદ્યાર્થીએ મચ્છર ભગાડવાની અગરબત્તી સળગાવતાં શિક્ષકે રોષે ભરાયા હતા અને વિદ્યાર્થીને માર માર્યો હતો. શિક્ષકે વિદ્યાર્થીને ફટકારતાં તેના શરીરે નિશાન પણ જોવા મળ્યા હતા. જે બાદ આ સમગ્ર વાત સામે આવતાં વાલીઓમાં આક્રોશ જોવા મળ્યો હતો. તેમણે શિક્ષકનો વિરોધ કર્યો હતો અને મોટી સંખ્યામાં ગામ લોકો શાળાએ પહોંચ્યા હતા, જ્યાં ગામ લોકોએ હોબાળો કરીને વિરોધ વ્યક્ત કર્યો હતો. હવે જોવાનું રહ્યું કે, શિક્ષક સામે કયા પ્રકારના પગલા લેવામાં આવશે.
નોંધનીય છે કે, શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને ફટકારવામાં આવતાં હોવાની ઘટનાઓ અનેક વખત પ્રકાશમાં આવી ચૂકી છે. ઘણી વખત સાવ સામાન્ય બાબતે પણ વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યું હોવાનું સામે આવી ચૂક્યું છે. ઘટના સંદર્ભે વાલીઓમાં આક્રોશ જોવા મળતો હોય છે, ત્યારે આવા શિક્ષકો સામે પગલા પણ ભરવામાં આવતાં હોય છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર