વિદ્યાર્થિની ઉપર બળાત્કારના કેસમાં શખ્સને 20 વર્ષની કેદ | Man jailed for 20 years in student rape case

HomeBHAVNAGARવિદ્યાર્થિની ઉપર બળાત્કારના કેસમાં શખ્સને 20 વર્ષની કેદ | Man jailed for...

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

– 5 વર્ષ પૂર્વે ધમકી આપી દુષ્કર્મ ગુજાર્યું હતું

– અસરકારક દલીલો, આધાર-પુરાવા અને સાક્ષી વગેરેને ગ્રાહ્ય રાખી કોર્ટે સજા અને દંડનો હુકમ કર્યો, ભોગગ્રસ્તને છ લાખનું વળતર ચુકવાશે

ભાવનગર : ભાવનગરમાં પાંચ વર્ષ પૂર્વે વિદ્યાર્થિની ઉપર શખ્સે બળાત્કાર ગુજાર્યાના કેસમાં કોર્ટે ૨૦ વર્ષ સખત કેદની સજા અને રોકડ રકમનો દંડ ફટકાર્યો છે.

શહેરના ગોળીબાર હનુમાનજી મંદિરની બાજુમાં શાંતિનાથ એપાર્ટમેન્ટ, રૂમ નં.૩૮માં રહેતો અંકીત દીપકભાઈ દોશી નામના શખ્સે સવા પાંચ વર્ષ પૂર્વે ધો.૧૦માં અભ્યાસ કરી રહેલી એક સગીરાને તેના માતા-પિતાને મારી નાંખવાની ધમકી આપી અવાર-નવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. જે બનાવ અંગે ગત તા.૧૧-૦૯-૨૦૧૯ના રોજ ઘોઘારોડ પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે અંકિત દોશી નામના શખ્સની ધરપકડ કરી જરૂરી તપાસ બાદ કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરી હતી. દરમિયાન આજે સોમવારે આ અંગેનો કેસ ભાવનગરના ત્રીજા એડીશિનલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ એમ.બી. રાઠોરની કોર્ટમાં ચાલી જતાં મદદનીશ જિલ્લા સરકારી વકીલ જે.એ. પંડયાની અસરકારક દલીલો, આધાર-પુરાવા, સાક્ષીઓ વગેરે ધ્યાને રાખી આરોપી અંકિત દોશી સામે આઈપીસી ૩૭૬ (ર) (એફ) (એન), ૫૦૬ (ર), પોક્સો એક્ટની કલમ ૬ ગુના સાબીત માની પોક્સો એક્ટની કલમ ૬ અન્વયે ૨૦ વર્ષ સખત કેદની સજા, રૂા.૫૦ હજારનો રોકડ દંડ ફટકાર્યો છે. તેમજ ભોગગ્રસ્તને છ લાખનું વળતર ચુકવવા આદેશ કર્યો હતો.



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon