વિટામિન ઇ (Vitamin E) આપણા શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ પોષક તત્વો છે, જે ફક્ત આપણી ત્વચા અને વાળને સ્વસ્થ જ રાખતું નથી, પરંતુ આપણી રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે. જો તમારા શરીરમાં વિટામિન E ની ઉણપ હોય તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી, તમારા આહારમાં કેટલાક ફળોનો સમાવેશ કરીને તમે આ સમસ્યાથી જલ્દી છુટકારો મેળવી શકો છો.
ઘણા લોકોને વાળ ખરવાની અને સ્કિનને લગતી સમસ્યા હોય છે જેનું એક કારણ વિટામિન ઈની ઉણપ પણ હોઈ શકે છે, પરંતુ આ ફૂડ તમારી વિટામિન ઈ ની ઉણપ પુરી કરવામાં મદદ કરશે.
વિટામિન ઈની ઉણપ માટે ખોરાક (Foods for Vitamin E Deficiency)
પપૈયા (Papaya)
પપૈયું એક એવું ફળ છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. વિટામિન E ની સાથે, તેમાં વિટામિન A અને C પણ સારી માત્રામાં હોય છે. તમારા પાચનતંત્રને સ્વસ્થ રાખવા ઉપરાંત, તે તમારી ત્વચાને નરમ અને વાળને મજબૂત પણ બનાવે છે. દરરોજ પપૈયા ખાવાથી તમારા શરીરને ઘણા પોષક તત્વો મળે છે.
આ પણ વાંચો: પીઝા, બર્ગર વધારે ખાતા હોવ તો સાવધાન ! મેંદાના લોટના ગેરફાયદા છે આટલા!
ટામેટા (Tomato)
ટામેટા ફક્ત શાકભાજી તરીકે વપરાતું એક સરળ ફળ નથી, પરંતુ તે વિટામિન ઇથી ભરપૂર છે. તેને કાચું ખાવાથી અથવા સલાડમાં ઉમેરવાથી તમારા શરીરને જરૂરી પોષણ મળે છે. ટામેટાંમાં રહેલા એન્ટીઑકિસડન્ટ ત્વચાને સુધારે છે અને શરીરને સ્વસ્થ રાખે છે.
કિવિ (Kiwi)
કિવી વિટામિન ઇનો ઉત્તમ સ્ત્રોત છે. તે ફક્ત તમારા શરીરમાં વિટામિન E ની ઉણપને જ પૂર્ણ કરતું નથી, પરંતુ તેમાં રહેલા અન્ય પોષક તત્વો, જેમ કે વિટામિન C અને ફાઇબર, તમારી ત્વચાને ચમકદાર બનાવે છે અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. દરરોજ કીવી ખાવાથી તમારી ઉર્જા વધે છે અને શરીરને જરૂરી પોષણ મળે છે.