Naswadi Khenda Village Lacks Road : છોટાઉદેપુર પંથકમાં અંતરિયાળ વિસ્તારને પાકા રસ્તાના અભાવે આવન-જાવનમાં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આવી સ્થિતિમાં 108 એમ્બ્યુલન્સ ગ્રામ્ય વિસ્તારમાં ન આવતા પ્રસુતાઓના જીવ જોખમમાં રહે છે, ત્યારે નસવાડીના ખેંદા ગામે તુરખેડા જેવી ઘટના બનતા રહી ગઈ હતી.
108 પહોંચતા પહેલા પ્રસૂતા મહિલાએ ઘરે જ બાળકને જન્મ આપ્યો
નસવાડીના ખેંદા ગામે રસ્તાના અભાવે 108 પહોંચી ન શકતા પ્રસૂતા મહિલાને ઘરે જ પ્રસૂતિ કરાવવાની ફરજ પડી હતી. જેમાં ખેંદા ગામના કાચા રસ્તે 108 આવી ન શકતા અને ગામમાં ખાનગી વાહનનો સતત સંપર્ક કરવા છતાંય વાહન ન મળતા ઘરે જ સગર્ભાએ બાળકને જન્મ આપવા મજબૂર બની હતી.
આ પણ વાંચો : કચ્છના મીઠાના રણમાં પાણી: નવેમ્બર સુધી પાણી સુકાશે તો જ માણવા મળશે સફેદ રણનો નજારો
ખેંદા ગામ સુધી રસ્તાના સારો ન હોવાથી 108ના નજીકના વાડિયા સુધી પહોંચીને આ પછી એમ્બ્યુલન્સના કર્મી ખેંદા ગામ સુધી ખાનગી વાહનમાં પહોંચ્યાં ત્યાં સુધીમાં મહિલાને પ્રસૂતિ થઈ ગઈ હતી. આ પછી એમ્બ્યુલન્સના કર્મીએ ખાનગી વાહનમાં મહિલા અને બાળકને વાડિયા સુધી લઈ જઈને ત્યાંથી 108 મારફતે દુગ્ધા રેફરલ હોસ્પિટલમાં લઈ ગયા. જ્યાં બાળકની તબિયત સારી ન જણાતા રાજપીપળા લઈ ગયા.
અગાઉ તુરખેડાની મહિલાને જોળીમાં નાખીને હોસ્પિટલ લઈ જવાતી વખતે તેનું મોત નીપજ્યું હતું.
આ જ રસ્તે કલેક્ટર ફસાયેલા
આઝાદીના વર્ષો વીતવા છતાં ખેંદા ગામનો કાચો રોડ પાકો બન્યો નથી. આ જ રસ્તે છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર ફસાયા બાદ રસ્તાની પરિસ્થિતિમાં કોઈ સુધારો નથી આવ્યો. સ્થાનિક યુવા મના ભાઈ ડુંગરા ભીલે કહ્યું કે, હાઈકોર્ટ દ્વારા તુરખેડાની ઘટનામાં સુઓમોટો લઈને રસ્તો કરવા મંજૂરી આપી દીધી છે. તેમ છતાં આ વિસ્તાર પર કોઈ ધ્યાન આપતું નથી.