વાવ વિધાનસભા પેટા ચૂંટણી: ચુસ્ત બંદોબસ્ત વચ્ચે અત્યાર સુધી 55 ટકાથી વધુ મતદાન | Vav Assembly bypoll seat in Gujarat goes to vote today

HomeBanaskanthaવાવ વિધાનસભા પેટા ચૂંટણી: ચુસ્ત બંદોબસ્ત વચ્ચે અત્યાર સુધી 55 ટકાથી વધુ...

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

વેરાવળની સરકારી હોસ્પિટલના કેમ્પસમાં પાણી ભરાયા

હોસ્પીટલના કેમ્પસમાં વરસાદી પાણી ભરાયુંબાળકોનો વિડીયો થયો વાઈરલહાલ સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જેના લીધે રાજ્યના અનેક પંથકોમાં પુરની પરિસ્થિતિ સર્જાઈ છે....

Vav Assembly By Elections : વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે તા.13 નવેમ્બર, 2024ના રોજ એટલે કે આજે 192 મતદાન મથક કેન્દ્રો પર મતદાન શરૂ પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. વહેલી સવારે 7 વાગ્યાથી જ મતદારો મત આપવા માટે મતદાન કેન્દ્ર પર પહોંચી ગયા છે. મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સવારે 9:00 વાગ્યા સુધીમાં સરેરાશ 14.25 ટકા મતદાન થયું હતું, જ્યારે બે કલાકમાં 14.25 ટકા, સાડા ત્રણ કલાકમાં સરેરાશ 22% મતદાન થયું હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.

તો બીજી તરફ વાવના ભાખરી ગામે ઇવીએમ ખોરવાયું હતું. હાલમાં મળી રહેલા અહેવાલો અનુસાર 4 કલાકમાં​​​​​​​ 24.39% મતદાન નોંધાયું હતું. જ્યારે વાવની પેટાચૂંટણીમાં અત્યાર સુધી 55 ટકાથી વધુથી વધુ મતદાન થયું છે. વાવ વિધાનસભા મતદાર વિભાગ માટે ભરાયેલા 21 ઉમેદવારો પૈકી ચકાસણી અને ફોર્મ પાછા ખેંચાવાની પ્રક્રિયા બાદ કુલ દસ ઉમેદવારો વચ્ચે યોજાનાર ચૂંટણીમાં 3.10 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

વાવ વિધાનસભા પેટા ચૂંટણી: ચુસ્ત બંદોબસ્ત વચ્ચે અત્યાર સુધી 55 ટકાથી વધુ મતદાન 2 - image

વાવ વિધાનસભા પેટા ચૂંટણી: ચુસ્ત બંદોબસ્ત વચ્ચે અત્યાર સુધી 55 ટકાથી વધુ મતદાન 3 - image

આ પણ વાંચો: વાવ વિધાનસભા પેટાચૂંટણી: મર્યાદામાં જ રહેજો, હજુ તો ફાયરિંગ જ કર્યું છે, રોકેટ તો હજુ બાકી છે…

321 EVM દ્વારા 1.61 લાખ પુરૂષ અને 1.49 લાખ મહિલા મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે

આ ચૂંટણીમાં ભાજપ તરફથી સ્વરૂપજી ઠાકોર, કોંગ્રેસમાંથી ગુલાબસિંહ રાજપૂત અને ભાજપના બળવાખોર ઉમેદવાર માવજી પટેલે ઝંપલાવ્યુ છે. તીવ્ર રસાકસી ભરી આ ચૂંટણીમાં ઠાકોર, ચૌધરી, ક્ષત્રિય અને દલિત સમાજના મતદારો નિર્ણાયક સાબિત થશે. ભાજપના પ્રદેશ નેતાઓ અને આખી સરકારે પોતાની પ્રતિષ્ઠા દાવ પર લગાવી છે.

આ મતવિસ્તારના વિવિધ 192 મતદાન મથક કેન્દ્રો પર આવેલા કુલ 321 પોલીંગ સ્ટેશન પર સવારે 07.00 થી સાંજના 06.00 કલાક સુધી મતદાન યોજાશે. જેના માટે 321 બેલેટ યુનિટ, 321 કંટ્રોલ યુનિટ અને 321 વીવીપેટનો ઉપયોગ કરવામાં આવશે.

વાવ વિધાનસભા પેટા ચૂંટણી: ચુસ્ત બંદોબસ્ત વચ્ચે અત્યાર સુધી 55 ટકાથી વધુ મતદાન 4 - image

મતદાન મથકો ખાતે કુલ 1,412 જેટલા અધિકારી/કર્મચારીઓ ફરજ બજાવશે. વાવ વિધાનસભાની ચૂંટણીમાં 1,61,296 પુરૂષ, 1,49,478 સ્ત્રી અને 01 થર્ડ જેન્ડર મળી કુલ 3,10,775 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. તા.23 નવેમ્બર, 2024ના રોજ મતગણતરી બાદ પરિણામની જાહેરાત કરવામાં આવશે.

વાવ વિધાનસભા પેટા ચૂંટણી: ચુસ્ત બંદોબસ્ત વચ્ચે અત્યાર સુધી 55 ટકાથી વધુ મતદાન 5 - image

મતદાન મથકો ઉપર 7 જેટલી મિલેટ્રી ફોર્સ કંપનીઓ તૈનાત

વાવ વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણી માટે આજે તા.13 નવેમ્બરના રોજમતદાન યોજાશે. ચૂંટણી મુક્ત, ન્યાયી અને નિષ્પત વાતાવરણમાં સંપન્ન થાય અને મતદારો કોઈપણ જાતના ભય કે શેહશરમ વગર મતદાન કરી શકે અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી 321 મતદાન મથકો ખાતે ખાસ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. બનાસકાંઠાના પોલીસ અધિક્ષકના જણાવ્યા અનુસાર 1 વાવમાં કાયદો અને વ્યવસ્થાના સુચારુ આયોજન માટે કુલ 7 જેટલી મિલેટ્રી ફોર્સ કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. 

જેમા જ પેરા મિલેટી અને 3 એસઆરપી – કંપનીઓ ગોઠવવામાં આવી છે. તમામ 1 ક્રિટિકલ બુથ અને વાવ વિધાનસભાને – જોડતી સાત ચેક પોસ્ટ પર સીએપીએફ – કંપનીઓને સુરક્ષા સોંપવામાં આવી છે. દરેક પોલિંગ બુથ અને બિલ્ડિંગ પર ચૂંટણી પંચના ફોર્સ ડિપ્લોમેટ પ્લાન અંતર્ગત કર્મચારીઓ અને પોલીસ જવાનોને ગોઠવવામાં આવ્યા છે.

દરેક 4 ગામદીઠ એક પોલીસ પેટ્રોલિંગ મોબાઈલ રૂટની સાથે દરેક પોલીસ સ્ટેશન ખાતે કિવક રિસ્પોન્સ ટીમ તૈનાત કરવામાં આવી છે. જયારે સોશિયલ મીડિયાના – મોનીટરીંગ માટે પાલનપુર-ખાતે સાયબર કાઈમ પોલીસ સ્ટેશન ખાતે યુનિટ ઊભું કરાવે છે.



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon