- મંડપ બચાવવા જાનૈયાઓએ પ્રયાસ કર્યો
- રજાયતા ગામે મંડપ બચાવવા જાનૈયાઓનો પ્રયાસ
- સંતરામપુરમાં ભારે પવનથી ધૂળની ડમળીઓ ઉડી
સંતરામપુરના વાતાવરણમાં અચાનક પલટો આવતા લગ્ન પ્રસંગે જાનૈયાઓ મંડપ પકડીને ઉભા રહ્યા હતા. જેમાં સંતરામપુરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. તેથી રજાયતા ગામે મંડપ બચાવવા જાનૈયાઓએ પ્રયાસ કર્યો હતો.
લગ્ન પ્રસંગે જાનૈયાઓ મંડપ પકડીને ઉભા રહ્યા
લગ્ન પ્રસંગે જાનૈયાઓ મંડપ પકડીને ઉભા રહ્યા હતા. જેનો વીડિયો સામે આવ્યો છે. ભારે પવનથી ધૂળની ડમળીઓ ઉડી હતી. મહીસાગર જીલ્લાનાં વાતાવરણમાં એકા એક પલ્ટો આવ્યો હતો. તેમાં સતત ધૂળની ડમરી સાથે વાદળ છાયું વાતાવરણ બનતા પવનોની ગતિમાં વધારો થયો છે. તથા સંતરામપુરના રજાયતા ગામે લગ્ન પ્રસંગે મંડપ ન ઉડે તે માટે જાનૈયાઓ પકડીને ઉભા રહ્યા હતા.
છેલ્લા કેટલાય દિવાસોથી લગ્ન પ્રસંગે મંડપ ઉડવાની ઘટના બની
છેલ્લા કેટલાય દિવાસોથી લગ્ન પ્રસંગે મંડપ ઉડવાની ઘટના બને છે. ત્યારે ભારે પવનમાં મંડપ બચાવવા જાનૈયાઓનો અનોખો પ્રયાસ સામે આવ્યો છે. લગ્ન પ્રસંગે આવેલા જાનૈયાઓએ ઘર માલિકનો મંડપ ઉડતા અટકાવવા મદદ કરી હતી. અચાનક પવન વધતા રોડ પર ધૂળની ડમરીઓ ઉડવા પામી હતી. જેને લઈ હાઈવે પર વાહનચાલકોને ભારે મુશ્કેલીઓ જોવા મળી હતી.