- કારની CNG કિટમાં થયો બ્લાસ્ટ
- કિટમાં બ્લાસ્ટ થતા અન્ય કારને પણ નુકસાન
- બ્લાસ્ટ થતા લોકોમાં ભયનો માહોલ
વલસાડ જિલ્લાના વાપીમાં ઇકો કારમાં ગેસ પૂરતી વખતે બ્લાસ્ટ થતાં આસપાસના લોકોમાં ભય ફેલાયો હતો. બનાવની વિગત એવી છે કે, વાપીના એક CNG સ્ટેશનમાં ઇકો કાર ગેસ પુરાવવા માટે આવી હતી. ઇકો ગાડીમાં જેવું CNG ભરવાનું શરૂ થયું અને તુરંત જ તેમાં બ્લાસ્ટ થયો હતો.
બાજુમાં ઊભેલી કારને પણ નુકસાન થયું
ગેસ સ્ટેશન પર ઊભેલી ઇકો કારમાં બ્લાસ્ટ થવાના કારણે તેની લાઇનમાં ઉભેલ અન્ય ગાડીને પણ નુકસાન થયું હતું. બ્લાસ્ટના કારણે કારના ટુકડા ચારે તરફ ઉડ્યાં હતા. ગેસ પુરાતી વખતે કારમાં સદનસીબે ચાલક કે ને કોઈ પેસેન્જર બેઠેલા ન હતા.
બ્લાસ્ટ થતાં ભાગદોડ મચી ગઈ
કારની CNG કીટમાં બ્લાસ્ટ થતા જ આસપાસ ઉભેલા લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ નથી થઈ કે કોઈને ઇજા પણ પહોંચી નથી. આ ઘટના CNG ભરાવતી વખતે દૂર રહેવાના નિયમને અનુસરવા માટેનું એક ઉત્તમ ઉદાહરણ છે.