- સ્પા સંચાલકને બદનામ કરવાની ધમકી આપી ખંડણી માંગી
- સ્પા સંચાલકે ફરિયાદ કરતા ત્રણેય પત્રકારો ફરાર થઇ ગયા
- વાપીની એડિશનલ સેશન્સ કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી
વાપીમાં ખંડણીખોર બેફામ બિન્દાસ રીતે તોડ કરતા યુટ્યુબ ચેનલના ત્રણ કથિત પત્રકારોએ સ્પા સંચાલક પાસે માંગેલી ખંડણીના કેસમાં 2 મહિલા પત્રકારોની પોલીસે ધરપકડ કરી અને એકને વોન્ટેડ જાહેર કરતા ચકચાર મચી છે.
વલસાડ જિલ્લાના વાપીમાં યુટ્યુબ ચેનલમાં પત્રકાર તરીકે ફરજ બજાવતી 2 મહિલા સહિત 3 કથિત પત્રકારો સામે સ્પા સંચાલકે 5 લાખની ખાંડણી માંગી હોવાની FIR નોંધાવી હતી. જે ફરિયાદ બાદ ફરાર થઇ ગયેલા 3 તોડબાજ પત્રકારો પૈકી 2 મહિલા પત્રકારોએ વાપીની કોર્ટમાં આગોતરા જામીન અરજી પણ રજૂ કરી હતી. જે અરજી વાપીની કોર્ટે નામંજૂર કરી હતી. સાથે જ વાપી ટાઉન પોલીસેની ટીમને બાતમીના આધારે વાપીથી 2 કથિત મહિલા પત્રકારોને ઝડપી પાડી હતી. હજુ એક ભાગેડુ કથિત પત્રકારને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
વલસાડ જિલ્લાના વાપીમાં અને સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં રહેતા અને પત્રકાર તરીકે યુટ્યુબ ચેનલમાં ફરજ બજાવતા સંધ્યા ઉર્ફે સોનિયા તુષારભાઈ ચૌહાણ અને સેમ મહેન્દ્ર શર્મા અને ક્રિષ્ના ઝા નામના પત્રકારોએ વાપીના એક સ્પા સંચાલક પાસેથી રૂ 5 લાખનો ખંડણી માંગી હતી. જે ખંડણી ન આપશે તો તેમની યુટ્યુબ ચેનલમાં સ્પાની આડમાં ગેરકાયદેસર ધંધા ચાલતા હોવાના ખોટા સમાચારો ચલાવી વાપી અને વલસાડ જિલ્લામાં બદનામ કરવાની ધમકી આપી સ્પા સંચાલક પાસે ખંડણી માંગી હતી. જેથી સ્પા સંચાલકે 8મી જુલાઈના રોજ તોડબાજ 2 મહિલા સહિત 3 યુટ્યુબ ચેનલના પત્રકારો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.જોકે ફરિયાદ નોંધાતા ત્રણેય કથિત પત્રકારો વાપી છોડી ભાગી છૂટ્યા હતા. આ પત્રકારો સામે કુલ બે ફરિયાદ દાખલ થતા પોલીસ એ બંને પકડવા અલગ અલગ ટિમો બાનાવી હતી.
જોકે પોલીસ ધરપકડથી બચવા સંધ્યા ઉર્ફે સોનિયા તૃષાર ચૌહાણ અને સેમ મહેન્દ્ર શર્માએ વાપીની એડિશનલ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી રજૂ કર્યા હતા. વાપીની એડિશનલ સેશન્સ કોર્ટે કથિત મહિલા પત્રકારોના આગોતરા જામીન અરજી ફગાવી દીધા હતા. આ બંને મહિલા કથિત પત્રકારો સંધ્યા ઉર્ફે સોનિયા તુષારભાઈ ચોહાણ અને સેમ મહેન્દ્ર શર્મા વાપીમાં આવવાના હોવાની ચોક્કસ માહિતી મળતા વાપી ટાઉન પોલીસે બંને મહિલા પથિત પત્રકારોની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે. આ પત્રકારોએ તેઓના એસોસિએશનની ઓફિસ પર અન્ય એક ડોકટરને બોલાવી 1.80,000 પડાવી લીધા હતા. જે કેસમાં પણ ફરિયાદ દાખલ થઈ હતી. ત્યારે, બંને કેસમાં પોલીસે કાર્યવાહી કરી છે. ત્યારે હજી મહિલાઓ સાથે અન્ય કોણ કોણ સંડોવાયેલ છે તેની તપાસ હાલ પોલીસ એ હાથ ધરી છે.