- પુત્રી 13 વર્ષની થઈ ત્યારે પહેલી વાર કર્યું હતું દુષ્કર્મ
- આખરે પુત્રીની માતાએ આરોપી વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ
- વાપી પોલીસે હેવાન પિતાની કરી ધરપકડ
વલસાડમાં કાળજું કંપાવી દેનારી ઘટના સામે આવી છે. જેમાં એક પિતા અને પુત્રીના સંબંધોને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. પિતાએ જ પુત્રીનું દુષ્કર્મ કર્યું હોવાની વાત સામે આવતા જ સમગ્ર વાપીમાં લોકોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.
શું હતો કિસ્સો
વાપીમાં એક પિતા હેવાન બન્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. તમે વિચારી પણ નહીં શકો પણ એક પિતાએ સતત 6 વર્ષ સુધી દીકરીનું શોષણ કર્યું. મળી રહેલી માહિતિ અનુસાર જ્યાપે પુત્રી 13 વર્ષની થઈ ત્યારે પહેલીવાર પિતાએ દીકરીને પોતાની હવસનો શિકાર બનાવી હતી.
શું કરે છે આરોપી પિતા
આરોપી પિતાની વાત કરીએ તો તે દમણમાં કંપની ચલાવે છે અને કંપની માલિકે પોતાની પિતા તરીકેની તમામ હદ પાર કરી છે. જ્યારે પુત્રી પુખ્તવયની થઈ ત્યારે પિતાએ જબરદસ્તી કરી હતી. આ સમયે માતાને આખી વાતની જાણ થઈ છે. હેવાન પિતા સામે ફરિયાદ કરાવતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.
લોકોના રોષનો ભોગ બન્યા પિતા
દુષ્કર્મી પિતા પર સમગ્ર સમાજના લોકો રોષ ઠાલવી રહ્યા છે. વાપી પોલીસે હેવાન પિતાની ધરપકડ કરી છે અને હવે યોગ્ય કાર્યવાહીની માંગ પણ કરવામાં આવી રહી છે.