03
હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું કે, કર્ણાટક, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ, તેલંગાણા અને ગુજરાતમાં મળી કુલ છ ગુનાઓ આચર્યા હોવાની કબૂલાત કરનાર આ સિરિયલ કિલરે વધુ બે હત્યાના ગુનાઓની કબૂલાત પોલીસ પૂછપરછ દરમિયાન કરી છે. દુષ્કર્મ અને હત્યા જેવા ગંભીર આઠ ગુનાઓ ઉપરાંત આ ગુનેગારે ટ્રક ચોરી, આર્મ્સ એક્ટ, સરકારી નોકર પર હુમલો જેવા અન્ય 13થી વધુ ગુનાઓ આચર્યા છે. જો ગુજરાત પોલીસે આ સિરિયલ કિલરને ના પકડ્યો હોત તો હજુ ક્યાં ક્યાં જઈને આ કિલર ગુનાઓ આચરતો તે કહેવું અને અંદાજ લગાવવો પણ મુશ્કેલ હતો.