01
સેહજબ ખત્રી, છોટા ઉદેપુરઃ ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ આ શાસકપક્ષનું સૂત્ર છે, પરંતુ ઘણી જગ્યાએ હજુ એવી વણવિકસી પડેલી છે કે જ્યાં કોઈ રાજનેતા ફરકતો નથી. આજે પણ ગુજરાતના ઘણાં ગામડાંઓ વિકાસ ઝંખી રહ્યા છે. છેવાડાના વિસ્તાર સુધી હજુ સુધી વિકાસનો ‘વ’ પણ પહોંચ્યો નથી. શાસકપક્ષ ભલે વિકાસના દાવા કરતો હોય પણ આ તસવીરો જોઈને તમને વિકાસનો ખ્યાલ ચોક્કસ આવી જશે!