World Test Championship Final : વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલની રેસ ખુબ જ રસપ્રદ બની ગઈ છે. ભારત ઉપરાંત ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા અને શ્રીલંકા ફાઈનલના પ્રબળ દાવેદાર છે. આ ટીમોની આગામી છ ટેસ્ટ મેચ ત્રીજી વખત યોજાનારી ડબલ્યુટીસી ફાઇનલમાં કઇ બે ટીમો રમશે તે નક્કી કરશે.
ભારત માટે જીત જરૂરી
ભારતે મેલબોર્ન અને સિડનીમાં જીતવું જ પડશે. ગાબા ટેસ્ટ મેચ ડ્રો થવા પર ભારતનો પીસીટી 57.29 થી ઘટીને 55.88 થયો હતો. જો ભારત આ શ્રેણી હારી જશે તો પછી તેને પરિણામ માટે બાકીની ટીમો પર નિર્ભર રહેવું પડશે.
ઓસ્ટ્રેલિયાને કેટલી તક
ઓસ્ટ્રેલિયાનો પર્સન્ટાઇલ 58.89 છે. તે હજુ ભારત અને શ્રીલંકા સામે 2-2 ટેસ્ટ મેચ રમવાની છે. ઓસ્ટ્રેલિયા માટે બાકીની ચારમાંથી ઓછામાં ઓછી બે મેચ જીતવી અને એક મેચ ડ્રો કરવી જરુરી છે. જો ઓસ્ટ્રેલિયા ભારત સામેની મેલબોર્ન અને સિડની ટેસ્ટમાં વિજય મેળવશે તો તેઓ ક્વોલિફાય થઈ જશે. જોકે તેઓ આ બેમાંથી માત્ર એક જ મેચ ડ્રો કરી શકશે તો તેમણે શ્રીલંકાને હરાવવું પડશે. જો ઓસ્ટ્રેલિયા આમ કરી શકે તો તેણે દુઆ પણ કરવી પડશે કે દક્ષિણ આફ્રિકા પાકિસ્તાનને હરાવે.
આ પણ વાંચો – આ વર્ષે ટેસ્ટ, વન-ડે અને ટી 20માં ભારતીય ક્રિકેટ ટીમમાં આ ખેલાડીઓએ કર્યું ડેબ્યૂ, જુઓ યાદી
દક્ષિણ આફ્રિકાને એક જીતની જરુર
સાઉથ આફ્રિકા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પ્રવેશવાની નજીક પહોંચી ગયું છે. તેણે પાકિસ્તાન સામે બે ટેસ્ટ મેચ રમવાની છે. જો તે એકમાં પણ જીત મેળવશે તો સીધું જ ફાઈનલ માટે ક્વોલિફાય થઈ જશે. જોકે તેઓ બંને ટેસ્ટ મેચ હારી જાય તો ભારત અને ઓસ્ટ્રેલિયામાંથી કોઈ એક ટીમ ફાઈનલમાં પ્રવેશી શકે તેમ છે.
અન્ય ત્રણ ટીમ પર નિર્ભર શ્રીલંકા
શ્રીલંકા ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણી જીત્યા બાદ પણ સીધી રીતે ક્વોલિફાય થઈ શકશે નહીં. તેનું ફાઈનલ રમવું સંપૂર્ણપણે ભારત, ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા પર નિર્ભર છે. જો આ ત્રણણાંથી કોઇનો પણ પર્સન્ટાઈલ 53.85 સુધી પહોંચવામાં નિષ્ફળ રહે તો શ્રીલંકા ક્વોલિફાય થઈ શકે છે.
ટીમ | પર્સન્ટાઈલ | મહત્તમ પર્સન્ટાઈલ | બાકી રહેલી મેચો |
દક્ષિણ આફ્રિકા | 63.33 | 69.44 | વિરુદ્ધ પાકિસ્તાન (2 ટેસ્ટ) |
ઓસ્ટ્રેલિયા | 58.89 | 67.54 | વિરુદ્ધ ભારત (2 ટેસ્ટ)વિરુદ્ધ શ્રીલંકા (2 ટેસ્ટ) |
ભારત | 55.88 | 60.53 | વિ ઓસ્ટ્રેલિયા (2 ટેસ્ટ) |
શ્રીલંકા | 45.45 | 53.85 | વિ ઓસ્ટ્રેલિયા (2 ટેસ્ટ) |