01
ભરૂચ: રાજ્યમાં મેઘમહેર યથાવત છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને, ગઇકાલે દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડ્યો હતો અને તેના કારણે જનજીવન પર અસર પડી હતી. અહીંના વિસ્તારોમાં 14 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. આવામાં ગામો બેટમાં ફેરવાયા હતા, ત્યારે સાથે જ ભરચોમાસે પ્રકૃતિ પણ સોળે કળાએ ખીલી ઉઠી છે. ગઇકાલે નેત્રંગમાં 7.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. આવામાં ત્યાંના ધાણીખૂંટ ધોધનો સુંદર નજારો સામે આવ્યો છે. ધોધનો આકાશી નજારો ખૂબ જ આહ્લાદક છે…