- કાલોલ તાલુકાના સણસોલી ગામે બનેલો બનાવ
- કાલોલ પોલીસે રાયોટિંગ હેઠળ ડીજે માલિક સહિત 11 સામે ગુનો નોંધ્યો
- બે વ્યક્તિઓને માર મારીને ઈજાઓ પહોંચાડતા પોલીસે રાયોટીંગ અને ગુનો નોંધાયો હોવાની ઘટના પ્રકાશમાં આવી
- કાલોલ તાલુકાના સણસોલી ગામમાં શનિવારે સાંજે ગામમાં નિકળેલા વરઘોડામાં કેટલાક તત્વોએ ડીજેમાં જોર જોરથી એનાઉન્સ કરી ઝઘડો કરી 11 ઈસમોએ મળીને બે વ્યક્તિઓને માર મારીને ઈજાઓ પહોંચાડતા પોલીસે રાયોટીંગ અને ગુનો નોંધાયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
સણસોલી ગામના અરવિંદસિંહ ગજેસિંહ રાઠોડના પુત્ર અજય રાઠોડના લગ્ન પ્રસંગે સાંજે છ વાગ્યાના સુમારે ગામમાં ડીજે સાથે વરઘોડો નીકળ્યો હતો ત્યારે સાંજના સાતેક વાગ્યાના સુમારે ડીજે ગજવતો વરઘોડો બેન્કવાળા ફડિયામાં પહોંચ્યો હતો એ સુમારે વરઘોડામાં રહેલા ધર્મેન્દ્ર રાઠોડ, મનોજ રાઠોડ અને રાજેન્દ્ર રાઠોડ આ ત્રણ ઈસમોએ ડીજે સાઉન્ડમાં માઈકમાં ઉશ્કેરણી જનક બોલી અમે વરઘોડો લઈને આવી ગયા છીએ, તો તમે આવી જાવક્ર તેવું વારાફ્રરતી જોર જોરથી ડીજે સાઉન્ડમાં એનાઉન્સ કરતા હોય જેથી બેન્ક ફડિયાના ગોવિંદ રાઠોડ અને દલપત રાઠોડે મળીને ડીજે સાઉન્ડમાં રાડો નાખતા ત્રણેય ઈસમોને ડીજેમાં અપશબ્દો કેમ બોલો છો, તમારે ગીતો વગાડવા હોય તો ગીતો વગાડો પરંતુ અપશબ્દો ના બોલો તેવું કહેતા ડીજે પરથી કુદીને આવેલા મનોજ રાઠોડે કહેવા આવેલ ફડિયાના બન્ને વ્યક્તિઓને વરઘોડાના ટોળામાં ખેંચી લઈ ગયો હતો જ્યાં ટોળામાં રહેલા 11 સાગરીતોએ મળીને ગેરકાયદે મંડળી રચીને ડીજે સાથે લાવેલ લોખંડની પાઈપ અને લાકડીઓથી બન્ને વ્યક્તિઓને મારીને બન્નેને નાની મોટી ઈજાઓ પહોંચાડી હતી. જે સમગ્ર ઘટના અંગે ગોવિંદ રાઠોડે કાલોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હુમલાખોર ધર્મેન્દ્રસિંહ છત્રસિંહ રાઠોડ, મનોજસિંહ ભગવાનસિંહ રાઠોડ, રાજેન્દ્ર ઉફે બોબી અંદરસિંહ રાઠોડ, મનિષકુમાર ભગવાનસિંહ રાઠોડ, સુખદેવસિંહ રંગીતસિંહ રાઠોડ, પપુ રમણસિંહરાઠોડ, વિમલકુમાર ભગવાનસિંહ રાઠોડ, અરવિદભાઇ વખતસિંહ રાઠોડ, છત્રસિંહ શાભયસિંહ રાઠોડ, સત્યજીતસિંહ વિક્રમસિંહ રાઠોડ તથા અલ્પેશભાઇ અમરસિંહ રાઠોડ (તમામ રહે.સણસોલી તા.કાલોલ) વિરુદ્ધ રાયોટીંગ હેઠળનો ગુનો નોંધ્યો છે, તદ્ઉપરાંત ડીજે સંચાલક વિરુદ્ધ ગુનો નોંધી ડીજે સાઉન્ડ સિસ્ટમ પણ કબ્જે કરી દંડનીય કાર્યવાહી હાથ ધરી છે.