વડોદરાની યુવતી સાથે સાધુએ ભગવા વસ્ત્રો ઉતારી સાત મહિના રિલેશનશિપ રાખી હોવાનો આક્ષેપ | Controversy over viral video of Junagadh monk Govinggiri relationship with Vadodara girl

HomeJunagadhવડોદરાની યુવતી સાથે સાધુએ ભગવા વસ્ત્રો ઉતારી સાત મહિના રિલેશનશિપ રાખી હોવાનો...

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

Junagadh Govindgiri Viral video : જૂનાગઢના એક સાધુનો એક મહિલા સાથે રંગરેલિયા મનાવતો વીડિયો વાયરલ થતાં જૂનાગઢ પંથકમાં ચર્ચાનો વિષય બનવાની સાથે સાથે સાધુ – સંતોમાં આક્રોશ ફેલાયો હતો. આ વીડિયો વાયરલ થયા બાદ આ સાધુનું નામ મહંત ગોવિંદગિરિ મહારાજ હોવાનું બહાર આવ્યું છે જેણે વડોદરાની યુવતી સાથે લગ્ન કરવાનું નાટક કરી તેની સાથે પણ ઠગાઇ કરી તેને છોડીને ક્યાંક ચાલ્યા ગયા છે. યુવતીનો નંબર પણ મહંત ગોવિંદગિરિએ બ્લોક કરી દીધો છે. ખુદ યુવતીએ ઠગાઇ થઇ હોવાની સોશિયલ મીડિયા ૫૨ વીડિયો વાયરલ કરી જાણકારી આપી છે.

મહિલા સાથેનો બીભત્સ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયોના કારણે જૂનાગઢ પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ વીડિયો બાદ જે યુવતી સાથેનો વીડિયો હતો તે યુવતી વડોદરાની હોવાનું બહાર આવ્યું છે અને તેણીએ ખુદ મહારાજ સાથેના અવારનવાર વીડિયો અને ફોટોગ્રાફ્સ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર મુક્યા છે. તે રીતે જૂનાગઢના સાધુએ પણ બંન્નેના વીડિયો અને ફોટોગ્રાફ્સ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર મુક્યા હતા. પરંતુ થોડા સમય પહેલા તે ફોટોગ્રાફ્સ અને વીડિયો ડિલિટ દીધા છે. 

યુવતીના સોશિયલ મીડિયાના એકાઉન્ટ પર સાધુ અને વડોદરાની યુવતી એકબીજાને હાર પહેરાવી લગ્ન કર્યા હોવાનો અને પરિવારજનો અને એક બાળક સાથેનો વીડિયો પણ મુકવામાં આવ્યો છે. યુવતીએ જણાવ્યું છે કે, જે સાધુ સાથે વીડિયો વાયરલ થયો છે. મહંત ગોવિંદગિરિ મહારાજ છે અને તે પોતે મૂળ રાજસ્થાન બિકાનેરના રહેવાસી હોવાનું જણાવતા હતા. મારી સાથે છ થી સાત મહિના રોકાયા હતા ત્યારે તેમણે ભગવા કપડા ઉતારી દીધા હતા. 

છ સાત મહિના રોકાયા ત્યાં સુધી મારી સાથે રીલેશનશીપમાં હતા, તે બાદ મારી પાસેથી રૂપિયા 50 હજાર લીધા હતા . કોઇ મિલકત બાબતનો પ્રશ્ન હોવાથી તે પતાવી હું પાછો આવીશ તેમ જુઠ્ઠુ બોલી ચાલ્યા ગયા છે. તેમનો સંપર્ક કરવા અનેકવાર પ્રયત્ન કર્યા પરંતુ મારો મોબાઇલ નંબર બ્લોક કરી દીધો છે. મારી સાથે તેણે ફ્રોડ કર્યું છે અને ન્યાય અપાવવા માગણી કરી છે.

* યુવતીએ નર્સિંગનો કોર્સ કર્યો છે.

* ગંગા નદી હરિદ્વાર સ્નાન માટે ગઇ હતી ત્યારે મહંત ગોવિંદગિરિ સંપર્કમાં આવ્યા હતા.

* મહંત ગોવિંદગિરિનું મૂળ નામ ગોવિંદ પુરોહિત અને બિકાનેર રાજસ્થાનના રહેવાસી.

* હરિદ્વાર બિરલા ઘાટ પાસેના આશ્રમમાં ત્રણ મહિના રહ્યા અને બે મહિના નાસિક ત્રંબકેશ્વર ખાતે રહ્યા હતા અને ત્રણ મહિના વડોદરા સાથે રહ્યા અને તમામ ખર્ચ મેં ભોગવ્યો હતો.

* મહંત ગોવિંદગિરિ મહારાજ ઉર્ફે ગોવિંદ પુરોહિતે મારી સાથે ઠગાઇ કરી છે તે રીતે બીજા અનેક લોકો સાથે ફ્રોડ કર્યા છે. તેઓ જૂનાગઢના હરિગીરિ મહારાજના શિષ્ય છે.

* હાલમાં ફરી તેણે ભગવા કપડા પહેરી સાધુ બની હરિયાણા કે પંજાબમાં છુપાયા હોવાની જાણકારી મળી છે.





Source link

RATE NOW
wpChatIcon
wpChatIcon