- SOU પાસે કમલમ પાર્કનું PM મોદીના હસ્તે લોકાર્પણ
- કેવડિયામાં ઇ – બસ, ઇ – સાયકલ પ્રોજેક્ટને લીલીઝંડી
- એકતાનગરમાં 100 કરોડના ખર્ચે વિઝિટર સેન્ટર બનશે
દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર પટેલની 149મી જન્મજયંતિની ઉજવણી થઈ રહી છે. ત્યારે દેશભરમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દરમિયાન PM મોદી દ્વારા વિકાસલક્ષી કામોનું લોકાર્પણ – ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે. ત્યારે અમદાવાદથી કેવડિયાની વચ્ચે હેરીટેક ટ્રેનની શરૂઆત કરાવવામાં આવી છે.
આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કેવડિયામાં ઇ-બસ, ઇ-સાયકલ પ્રોજેક્ટને લીલીઝંડી આપી હતી. આ ટ્રેનની વિશેષતાએ છેકે ટ્રેન 100 કિલોમીટરની સ્પીડે 144 લોકો મુસાફરી કરી શકશે તેમજ 28 મુસાફરો બેસીને જમી શકે તેવી ડાઇનિંગ સુવિધા પણ રાખવામાં આવી છે. 4 કોચની આ ટ્રેનમાં શતાબ્દી ચેરકાર જેટલું ભાડું લેવાશે. અગાઉ સાઉથ રેલવેમાં આ પ્રકારની ટ્રેન કાર્યરત હતી.
નોંધનીય છે કે, અગાઉ અમદાવાદથી વિસ્ટાડોમ કોચ સુપરફાસ્ટ ટ્રેનમાં લગાવવામાં આવ્યા હતા. ત્યારબાદ હવે હેરિટેજ ટ્રેન ચલાવવાથી દિવાળી વેકેશનમાં ફરવા આવનાર મુસાફરોને એક અલગ અનુભવ થશે. તેમજ ચાલુ ટ્રેનમાં રેસ્ટોરન્ટની જેમ જમવાનો પણ અલગ જ અનુભવ થશે, તેમ રેલવે દ્વારા જણાવાયું છે. હેરિટેજ ટ્રેનના એન્જિનને જૂના જમાનાના સ્ટીમ એન્જિન જેવું તૈયાર કરવામાં આવ્યું છે, જેને પગલે મુસાફરોને નેરોગેજ ટ્રેનમાં મુસાફરી કરતા હોય તેવું અનુભવ થઈ શકે. ઇલેક્ટ્રિક એન્જિનને સ્ટીમ એન્જિન જેવું તૈયાર કરવામાં આવ્યું છે. 3 મહિનાની મહેનત બાદ આ એન્જિન તૈયાર થયું છે.
શું છે ટ્રેનની વિશેષતા
આ હેરિટેજ ટ્રેનમાં ત્રણ કોચ છે, જેમાં 144 પ્રવાસીઓબેસી મુસાફરી કરી શકશે. અમદાવાદથી આ ટ્રેન દર રવિવારે સવારે 6.10 કલાકે ઉપડશે અને 9. 50 કલાકે કેવડિયા આવશે અને રાત્રિના 08:35 કેવડિયાથી ઉપડી અને 12:05 કલાકે પ્રવાસીઓને અમદાવાદ પહોંચાડશે. આ ટ્રેનની ખાસીયત એ છે કે તેને હેરિટેજ લૂક આપવામાં આવ્યો છે. સપ્તાહમાં એક દિવસ આ ટ્રેન દોડશે. ત્યારે પ્રવાસીઓ માટે બેસવાની સીટની અલગ જ પ્રકારની વ્યવસ્થા કરાઈ છે.