- SOU ખાતે સરદાર જયંતીએ રાષ્ટ્રીય એકતા પરેડ યોજાશે
- નવા આકર્ષણોનું ભૂમિપૂજન અને લોકાર્પણ પણ યોજાશે
- રાષ્ટ્રીય એકતા પરેડની મહત્વની જવાબદારી આધિકારીઓને સોંપવામાં આવી
31 ઓક્ટોબર સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે સરકારે જાહેર કરી છે. આ 31 ઓક્ટોબરે કેવડિયા એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા પરેડનું આયોજન કરવામાં આવે છે. જેમાં પ્રધાનમંત્રી નરેદ્ર મોદી હાજર રહેનાર છે.
સતત 2018 થી અહીંયા 31 ઓક્ટોબરે એકતા પરેડ થાય છે. જે આ વર્ષે પણ થનાર છે. રાષ્ટ્રીય એકતા પરેડની મહત્વની જવાબદારી સોંપવામાં આવેલ એવા કેટલાક આધિકારીઓએ તો કેવડિયામાં ધામા નાખી દીધા છે. આ વર્ષે ભવ્યતિ ભવ્ય ઉજવણી થનાર હોય, તેની તૈયારીઓ આરંભી દીધી છે. તાજેતરમાં બીએસએફ્ના ડિજી સહિત ઉચ્ચ અધિકારીઓ અહીંયા એક વાર આવી ચુક્યા છે. નવા આકર્ષણમાં આ વર્ષે પણ નવું સ્નેક હાઉસ, અનેક મ્યુઝિયમો બનાવવામાં આવ્યા છે. વિઝીટર સેન્ટર, પબ્લિક સાયકલીગ શેરિંગ, ઇ-બસ, ઓથોરાઈઝડ ગાઈડ સર્વિસ, ફેમિલી બોટ – SOU ટૂ નર્મદા ડેમ, સ્પીડ બોટ – SBB TO SOU, 100 બેડની ટ્રોમાં હોસ્પિટલ ભૂમિપૂજન ઓપન જંગલ સફારી ( કેનાલ 0 પોઇન્ટ પાસે ) આ બાબતો નું વર્ષ 2023-2024 ના ગુજરાત સરકારના બજેટમાં પણ જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે આવા મોટા કરોડોના આકર્ષણોના લોકાર્પણ અને ભૂમિપૂજન આગામી 31 ઓક્ટોબર પછી પ્રવાસીઓ ને મળશે.