કચ્છમાં ગાંધીધામ બી ડિવિઝન પોલીસે આ પર્દાફાશ કર્યો છે. ચોંકાવનારી વાત તો એ છે કે, નશેડીઓએ આ ગાંજો કુરિયરમાં મંગાવ્યો હતો. બાતમીના આધારે પોલીસે GIDC વિસ્તારમાં આવેલી કુરિયરની ઓફિસમાં દરોડા પાડતાં ભાંડો ફૂટ્યો અને 140 કિલો ગાંજો હાથ લાગ્યો હતો. જેની બજાર કિંમત 14 લાખ રૂપિયા થાય છે. તપાસ દરમિયાન પોલીસે ગાંજો મંગાવનારા મૂળ બિહારના એક આરોપીની ધરપકડ કરી છે. ઉપરાંત ગાંધીધામના એક શખ્સની પણ સંડોવણી ખુલી છે.
Source link