02
જેમ જેમ લોકોમાં ગાર્ડનિંગ અને સુશોભન પ્રત્યેની રૂચિ વધી રહી છે, તેમ તેમ નર્સરીઓમાં પણ વિવિધ પ્રકારના છોડ ઉપલબ્ધ થઇ રહ્યા છે. જૂનાગઢની નર્સરીઓમાં 25 થી 200 રૂપિયાની રેંજમાં અનેક પ્રકારના ફૂલવાળા અને શણગાર માટે ઉપયોગી છોડ મળી રહ્યા છે. આ છોડમાં ગુલાબ, ગલગોટા, કરેણ, તેમજ વિવિધ પ્રકારના ફ્લાવરિંગ અને ડેકોરેટિવ છોડનો સમાવેશ થાય છે. લોકો મુખ્યત્વે એવા છોડ પસંદ કરી રહ્યા છે જે સરળતાથી ઉગી શકે અને લાંબા સમય સુધી ઘરની સુંદરતા જાળવી રાખી શકે.