Bhavnagar News: ગુજરાતમાં લુખ્ખા તત્ત્વોને જાણે કાયદાનો ડર જ નથી રહ્યો તેવી ઘટનાનો સામે આવી રહી છે. જેમાં ભાવનગર શહેરના ખારગેટ પાસે મકાનમાં મોબાઈલ રિપેરિંગનું કામ કરતાં યુવકને ત્યાં ખુલ્લી તલવાર સાથે બે શખસો આવીને દુકાનમાં તોડફોડ કરી હતી. જ્યારે બીજી એક ઘટના રાજકોટના રુખડીયાપરામાં સર્જાય હતી. જેમાં કેટલાક લુખ્ખાઓ તલવાર સહિત તીક્ષ્ણ હથિયાર વડે આતંક મચાવ્યો હતો. પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને તપાસ હાથ ધરી.
ભાવનગરમાં લુખ્ખાઓનો આતંક
ભાવનગર શહેરના ખારગેટ પાસે મોબાઈલ રિપેરિંગનું કામ કરતા યુવક પાસે બે શખસો ગાડી લેવા માટે આવ્યા હતા. જેથી યુવકે ના પાડતા શખસો તલવાર લઈ આવીને દુકાનમાં તોડફોડ કરી હતી અને એક મહિલાનું ગળુ દબાવીને બિભત્સ ગાળો ભાંડી હતી. સમગ્ર મામલે ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં યુવકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી.
રાજકોટના રુખડીયાપરામાં કેટલાક લુખ્ખાઓ તલવાર સહિત તીક્ષ્ણ હથિયાર વડે આતંક મચાવ્યાની ઘટના સીસીટીવીમાં કેદ થયા બાદ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. મળતી માહિતી મુજબ, લુખ્ખાઓએ એક વ્યક્તિ પર હુમલો કર્યો હતો. સમગ્ર મામલે ઈજાગ્રસ્તે વ્યક્તિએ પોલીસને ફરિયાદ કરી હતી. પોલીસે વાઈરલ વીડિયોના આધારે આરોપીઓને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી.