લોકોના વિરોધ-રોષના પગલે અંતે જન્મપ્રમાણપત્રમાં સામાન્ય સુધારા માટે એફિડેવિટ મ્યુનિ.તંત્ર નહીં માંગે | In the wake of public outrage

0
19

    લોકોના વિરોધ-રોષના પગલે અંતે જન્મપ્રમાણપત્રમાં સામાન્ય સુધારા માટે એફિડેવિટ મ્યુનિ.તંત્ર નહીં માંગે 1 - image 

  અમદાવાદ,શુક્રવાર,20 ડિસેમ્બર,2025

સરકાર તરફથી અપારકાર્ડ યોજના જાહેર કરાઈ છે.આ કાર્ડ મેળવવા આધારકાર્ડ
અને જન્મના પ્રમાણપત્રમાં એકસરખુ નામ હોવુ જરુરી છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના
આરોગ્યભવન ખાતે જન્મ પ્રમાણપત્રમાં કુમાર
,ભાઈ,ચંદ્ર જેવા સામાન્ય
પ્રકારના સુધારા કરાવવા માટે એફિડવિટની માંગ કરવામા આવતા લોકોએ ભારે વિરોધ-રોષના પગલે
આરોગ્યભવન ખાતે મ્યુનિ.આરોગ્ય વિભાગે સામાન્ય પ્રકારના સુધારા કરાવવા એફિડેવિટની જરુર
નહીં પડે તે પ્રકારના બોર્ડ લગાવવાની ફરજ પડી હતી.એફિડેવિટ વગર જન્મના પ્રમાણપત્રમાં
કુમાર
,ભાઈ,કુમારી,બહેન વગેરે જેવા સુધારા
કરી શકાશે.

આધારકાર્ડની જેમ વિદ્યાર્થીઓ માટે અપારકાર્ડ  સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવ્યુ
છે.અપારકાર્ડ મેળવનારા બાળકોનુ આઈડી કાર્ડ બનાવવામાં આવશે.જે અભ્યાસના કાયમી
રહેશે.અપારકાર્ડને આધારકાર્ડ
,રેશન
કાર્ડ વગેરે સાથે લીંકઅપ કરવામાં આવશે.આ કાર્ડ ધારક વિદ્યાર્થીને સરકારની વિવિધ
યોજનાઓના લાભ મળશે.અપારકાર્ડ મેળવવા બાળકના જન્મ પ્રમાણપત્ર અને આધારકાર્ડમાં
એકસરખુ નામ હોવુ જરુરી હોય છે. આ કારણથી મ્યુનિ.ના આરોગ્ય ભવન ખાતે છેલ્લા ઘણાં
સમયથી રોજના ૮૦૦થી ૧૦૦૦ લોકો જન્મ પ્રમાણપત્રમાં વિવિધ પ્રકારના સુધારા કરાવવા
માટે લાંબી લાઈન લાગે છે.આવશ્યક ના હોય તેમ છતાં અરજદારો પાસેથી એફિડેવિટ
મંગાવવામા આવતી હોવાની લોકો તરફથી મ્યુનિ.વહીવટીતંત્ર અને સત્તાધીશો સમક્ષ ઉગ્ર
રજુઆત કરવામા આવી હતી.

[ad_1]

Source link

RATE NOW

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here