લીલા લસણ ની રેસીપી ચટણી સૂપ પરાઠા વઘારેલું લીલુ લસણ રેસીપી । Lila Lasan ni Recipe Green Garlic winter food Chutney soup paratha vgharelu lilu lasan recipe in gujarati

HomeLatest Newsલીલા લસણ ની રેસીપી ચટણી સૂપ પરાઠા વઘારેલું લીલુ લસણ રેસીપી ।...

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

Lila Lasan Ni Recipe : લીલા લસણ ની અનેક રેસીપી બનાવી શકાય છે, શિયાળામાં લીલું લસણ (Green Garlic) વધારે આવે છે. લીલું લસણ સ્વાસ્થ્ય માટે ઘણું ઉપયોગી છે. શિયાળામાં તાજુ મળતું લીલું લસણ ખાવાના ફાયદા ઘણા છે. પરંતુ ઘણીવાર એવું થાય કે લીલું લસણ ખાવું કેવી રીતે? તો અમે અહીં તમારા માટે શિયાળું સ્પેશિયલ લીલા લસણની ચાર સ્વાદિષ્ટ રેસીપી લાવ્યા છીએ. લીલા લસણનો ઉપયોગ કરી તમે ઘરે ચટાકેદાર ચટણી સાથે લીલા લસણ ના પરાઠા, વધારેલું લીલું લસણ અને સૂપની મજા માણી શકશો. તો આવો શિયાળા (Winter) ની ઠંડી મોસમને ગરમ બનાવવા જાણીએ લીલા લસણની સરળ અને સ્વાદિષ્ટ રેસીપી (Lila Lasan Ni Recipe)

શિયાળાની મોસમમાં લીલા લસણથી સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી શકાય છે. અહીં ચાર સરળ અને સ્વાદિષ્ટ રેસીપી છે.

લીલા લસણ ની રેસીપી (Lila Lasan Ni Recipe)

  • લીલા લસણના પરાઠા (Lila Lasan na Paratha Recipe) : ઘઉંના લોટમાં ઝીણું સમારેલું લીલું લસણ, મીઠું, અને મસાલા ભેળવી પરાઠા બનાવો. તે દહીં અથવા અથાણા સાથે ખૂબ સ્વાદિષ્ટ લાગે છે.
  • લીલા લસણની ચટણી (Lila Lasan Ni Chutney Recipe) : લીલું લસણ, કોથમીર, લીલા મરચાં, અને લીબુંનો રસ ઉમેરી ચટણી બનાવો જે નાસ્તા સાથે સરસ લાગે છે.
  • લીલા લસણનો સૂપ (Lila Lasan No Soup Recipe) : લીલા લસણ અને શાકભાજીથી બનાવેલ ગરમ સૂપ આરોગ્યદાયક અને પોષક હોય છે.
  • વઘારેલું લીલું લસણ રેસીપી (Vgharelu Lilu Lasan Recipe) : ઘી, મરી પાઉડર, વધારે લીલું લસણ અને મીઠું નાખીને સ્વાદિષ્ટ વઘારેલું લીલું લસણ બનાવી શિયાળામાં તેની મજા માણી શકાય છે.

આ પણ વાંચો: કડકડતી ઠંડીમાં દરરોજ આ ચા પીવાથી મળશે અનેક સમસ્યાથી છુટકારો

વઘારેલું લીલું લસણ રેસીપી (Vgharelu Lilu Lasan Recipe)

સામગ્રી

  • 250 ગ્રામ લીલું લસણ
  • 2 ચમચી ઘી
  • મીઠું સ્વાદાનુસાર
  • 1 ચમચી મરી પાવડર
  • સહુ પ્રથમ ઘી ગરમ કરવા મૂકવું. ને ઘી ગરમ થાય એટલે તેમાં ધોઈ ને સમારેલું લીલું લસણ ઉમેરવું ને તેને શેકવું.
  • લસણ ૨ મિનિટ માટે લસણ સંતળાઈ જાય એટલે તેમાં મીઠું અને મરી પાવડર ઉમેરવા ને ૫ મિનિટ સુધી તેને શેકવું. હવે ગેસ બંધ કરી ને તેને એક વાસણ માં અથવા રોટલા પર લઈ લેવું ને રોટલા અથવા રોટલી સાથે મજા માણવી.

લીલા લસણની ચટણી (Lila Lasan Ni Chutney Recipe)

સામગ્રી :

  • 100 ગ્રામ કોથમીર
  • 50 ગ્રામ લીલું લસણ
  • 4 નંગ લીલા મરચા
  • 2 ચમચી ગાંઠિયા
  • 1/2 નંગ લીંબુ
  • 1/4 ચમચી જીરું
  • થોડોક ગોળ
  • કોથમીર ઝીણી સુધારી લો એને ધોઈ ને મિક્સરમાં નાખો.
  • લીલું લસણ, ગાંઠિયા, જીરું, ગોળ, મીઠું, લીંબુનો રસ નાખો.
  • ૨ ટુકડા બરફ અથવા પાણી નાખી ને પીસી લો. તૈયાર છે લીલા લસણની ચટણી લાજવાબ ચટણી

આ પણ વાંચો: Eggless Omelette Recipe: ઇંડા વગર ઓમલેટ બનાવવાની રેસીપી, ગુજરાતીઓ માટે બેસ્ટ

લીલા લસણના પરાઠા રેસીપી (Lila Lasan na Paratha Recipe)

સામગ્રી :

  • 4 ચમચા ઘઉં નો લોટ
  • 2 ચમચા તેલ મોણ માટે
  • 1 ચમચી તલ
  • 1 ચમચી અજમો,
  • 1 નાની વાટકી લીલું લસણ
  • 2 ચમચી મેથી
  • હીંગ ચપટી
  • 1/4 ચમચી હળદર
  • 1 ચમચી મરચું
  • 1/2 ચમચી ખાંડ
  • મીઠું સ્વાદમુજબ
  • તેલ સેકવા માટે જરૂર મુજબ
  • સૌ પ્રથમ ઘઉંના લોટ માં જરૂર મુજબ નું ઉપર જણાવેલ બધો મસાલો નાખી લોટ બાંધવો સહેજ ગરમ પાણી થી કરવો.
  • પછી વણી ને તેલ મૂકી લોઢી ગરમ કરી સેકી લો. તૈયાર તમારા લીલા લસણના પરાઠા.

લીલા લસણનો સૂપ (Lila Lasan No Soup Recipe) :

સામગ્રી :

  • 2 ચમચી ઘી
  • 1 વાટકી સમારેલ ડુંગળી
  • 1 વાટકી લીલી સમારેલ ડુંગળી
  • 2 વાટકી સમારેલ લીલું લસણ
  • 1 ચમચી સૂકું ઝીણું સમારેલું લસણ
  • 1/2 ચમચી જીરું
  • 1/2 ચમચી મરી પાઉડર
  • સ્વાદ અનુસાર મીઠું
  • જરૂર મુજબ પાણી
  • 1 વાટકી બાફેલા બટાકા
  • 1 વાટકી ફ્રેશ ક્રીમ
  • લીલા લસણનો સૂપ બનાવા માટે એક મોટા પેનમાં ઉપર જણાવેલ બધીજ સામગ્રી નાખીને થોડી વાર માટે સાંતળો, ત્યારબાદ થોડું પાણી ઉમેરો.
  • ત્યારબાદ એમાં એમાં બાફેલા બટાકા અને ફ્રેશ ક્રીમ ઉમેરો, અને મિક્ષરમાં બ્લેન્ડ કરી લો અને ગરમગરમ સૂપ કોથમીર થી ગાર્નિશ કરીને સર્વ કરો.



Source link

RATE NOW
wpChatIcon
wpChatIcon