જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના જોગરા ગામની સીમ વિસ્તારમાંથી પસાર થઈ રહેલી અમરીબેન કરસનભાઈ પિંડારિયા નામની ૩૮ વર્ષની પરણીત મહિલાએ પોતાના ઉપર હુમલો કરી હાથ ભાંગી નાખવા અંગે પોતાના જેઠ ધરણાંત વીરાભાઈ પિંડારિયા અને તેના પુત્ર શ્યામભાઈ પિંડારિયા સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી અને આરોપી વચ્ચે જૂનું મનદુઃખ ચાલતું હોવાથી ઉપરાંત પશુને ચરાવવા અંગેની તકરાર કરીને આ હુમલો કરાયો હોવાનું લાલપુર પોલીસમાં જાહેર થયું છે.