Rinku Thakor, Mehsana: મહેસાણા જિલ્લાનું લાંઘણજ ગામ બોર માટે ખૂબ જાણીતું થયું છે. આ ગામના ખેડૂતો વર્ષોથી બાગાયતી ખેતી કરી મબલખ આવક ઉભી કરી રહ્યા છે. લાંઘણજ ગામના ખેડૂતો બોરની ખેતી કરીને બમણી આવક મેળવી રહ્યા છે.
40 વીધામાં 2200 બોરડીનું વાવેતર કર્યું
મહેસાણા જિલ્લાના લાંઘણજ ગામના ખેડૂત પ્રવીણભાઈ પટેલ છેલ્લા 30 વર્ષથી ખેતી કરી રહ્યાં છે. તેઓ લગભગ 40 વીઘામાં બોરની ખેતી કરી રહ્યા છે . પ્રવીણભાઈ પોતે બીકોમનો અભ્યાસ કરેલો છે. ખેડૂત હાલ બોરની ખેતી કરી લાખોની આવક મેળવી રહ્યો છે, તેઓ 40 વીઘા ખેતરમાં 2200 બોરડીના છોડ ધરાવે છે. જેમાં તેઓ પાણી ડ્રિપ સિસ્ટમથી આપે છે અને સેન્દ્રિય ખાતર અને દવા પણ ડ્રિપ દ્વારા આપે છે.
રૂપિયા 500માં એક મણનું વેચાણ કરે છે
મહેસાણાનાં બોરની માંગ અનેક રાજ્યોમાં છે. દિલ્લી, હરિયાણા, પંજાબ અને રાજસ્થાનના લોકો બોરને બહુ પસંદ કરે છે. પ્રવીણભાઈ સીઝનમાં 500 રૂપિયે પ્રતિ મણના ભાવથી બોરનું વેચાણ કરે છે. જેમાં ખાસ કરીને બોર ગુજરાત બહાર દિલ્લી, હરિયાણા, પંજાબ અને રાજસ્થાનમાં જાય છે.
40 લાખ રૂપિયાની આવક થઇ હતી
ખેતીમાં 60-70 મજૂર બે મહિના સુધી કામ કરે છે. 12 વર્ષથી ડ્રિપથી પાણી આપે છે. જેથી ઉત્પાદનમાં વધારો થયો છે અને ફાયદો પણ મળે છે . એક સીઝનના 10,000 મણ બોરનું ઉત્પાદન થાય છે. ગત સિઝનમાં લગભગ 40 લાખ રૂપિયાની આવક થઇ હતી.
ત્રણ મહિના સિઝન ચાલે છે
લીલા બોરનો ઉછેર વર્ષોથી કરવામાં આવે છે તેની બોરડિયો એક વખત ઉછેર કર્યા બાદ વર્ષો સુધી તેના ફળ મળતા હોય છે. ખૂબ ઓછા સમય દરમિયાન લીલા બોરની આવક ખેડૂતોને મળે છે 12 મહિનાની સાચવણી અને માત્ર જાન્યુઆરી, ડિસેમ્બર સહિત ફેબ્રુઆરીના અંત સુધીમાં સીઝન પુરી થાય છે. જો તમારા ધ્યાન માં એવા પ્રગતિશીલ ખેડૂત હોય તો અમને આ નંબર પર જણાવો 9904540719.અમે તેઓની મુલાકાત લઈશું.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર