01
અમરેલી: ગુજરાતમાં લસણના સપ્તાહમાં 20 કિલોએ 1,000 રૂપિયા ભાવ ઓછા થયા છે. લસણમાં તેજીની વાતો વચ્ચે બજાર તૂટવા લાગે છે અને સતત ભાવમાં ઘટાડો થયો છે. બુધવાર અને ગુરુવારના રોજ પણ લસણમાં 200 રૂપિયાથી 200 રૂપિયા સુધીનો ઘટાડો 20 કિલોએ નોંધાયો છે. આગામી દિવસોમાં લસણ હજુ જ તૂટવાની શક્યતાઓ લાગી રહી છે. ગયા અઠવાડિયે લસણના ભાવ 4,000 રૂપિયાથી લઈને 4,700 રૂપિયા સુધી બોલાયા હતા. જે ઘટીને 3,600 રૂપિયા સુધી બોલાઈ રહ્યા છે.